DCvsKKR: રોમાંચક રહેલી મેચમાં દિલ્હીએ કલકત્તાને 18 રનથી હરાવ્યું

શારજાંહમાં રમાયેલી IPLની મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકત્તા નાઈટ રાઈડર્સને 18 રનોથી હરાવી દીધું છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ ધુંઆધાર બેટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટના નુંકસાન પર 228 રન કર્યા હતાં. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 210 રનમાં જ આઉટ થઈ ગઈ. દિલહી તરફથી પૃથ્વી શૉની શાનદાર શરૂઆત અને બાદમાં શ્રેયસ અય્યરના 38 બોલમાં અણનમ 88 રનની કપ્તાની ઈનિંગે દિલ્હીને 228 રનના જંગી સ્કોર પર લાવીનું મુકી દીધું જે આ આઈપીએલનો સર્વાધિક સ્કોર છે. ઋષભ પંતે પણ 17 બોલમાં 38 રન બનાવ્યા. પાવરપ્લેનો પુરતો લાભ શૉએ ઉઠાવ્યો તેણે 41 બોલમાં 4 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા. જે બાદ અય્યરની ઈનિંગે રનનોનો પહાડ ખડકી દીધો. દિલ્હીના 229 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કલકત્તાની ટીમની શરૂઆત ખરાબ રહી. બીજી જ ઓવરમાં સુનિલ નરેને એનરિકે આઉટ કરી દીધો. નરેન ત્રણ રન જ બનાવ્યા. જે બાદ શુભમન ગિલે નીતીશ રાણા સાથે મળીને 64 રનની ભાગીદારી કરી પરંતું તે લાંબી ચાલી નહી. શુભમન ગિલ 22 બોલમાં 28 રન જ બનાવી શક્યા બાદ આક્રમક દેખાય રહેલા રસેલ 8 બોલમાં 13 રન બનાવી શક્યા. 10 ઓવર બાદ કલકત્તનો સ્કોર 3 વિકેટ પર 94 રન હતો. અહીંથી કલકત્તાને જીત માટે 60 બોલમાં 135 રન કરવાના હતા. અંતિમ ઓવરમાં રાહુલ ત્રિપાઠી 16 બોલમાં 36 રન બનાવી આઉટ થયાં. છેલ્લા 4 બોલમાં 22 રનોની જરૂર હતી. પરંતુ કેકેઆર આ રન બનાવી શકી નહી જે બાદ દિલ્હીએ આ મેચ પોતાને નામ કરી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *