કોરોનાનું સંક્રમણ હવે સેલીબ્રીટી સુધી પહોચી ગયુ છે હાલમાં કેટલાય સેલિબ્રીટી કોરોનાની સારવાર લઈ રહ્યા છે ત્યારે વધુ એક સમાચાર દિપિકા પાદુકોણના માતા-પિતા અને બહેન કોરોના પોઝીટીવ હોવાના મળ્યા છે. ઈન્ડિયન બેડમિન્ટન પ્લેયર તથા બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ કોવિડ 19 પોઝિટિવ છે. હાલમાં તેઓ બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ છે. તેમની તબિયત સુધારા પર છે તેમના તમામ રિપોર્ટ્સ સામાન્ય છે. તેમની પત્ની તથા દીકરી ઘરે જ છે અને તેઓ પણ રિકવર થઈ રહ્યાં છે. પ્રકાશ પાદુકોણને 2-3 દિવસમાં રજા આપી દેવાશે. ત્રણેય બેંગલુરુ સ્થિત ઘરમાં આઈસોલેટ થયા હતા. જોકે દિપિકાના પિતા પ્રકાશ પાદુકોણને તાવ ઉતરતો નહોતો જેને લઈને 1 મેના રોજ તેમને બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા.