JNUના શરજીલ ઈમામની બિહારના જહાનાબાદથી દિલ્હી અને બિહાર પોલીસે ધરપકડ કરી છે. શરજીલને દિલ્હી, બિહાર, અસમ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને ઉત્તરપ્રદેશ પોલીસ શોધી રહી હતી. તેની સામે રાજદ્રોહનો કેસ નોંધાયેલો છે. રાષ્ટ્રવિરોધી નિવેદનો કરીને શરજીલે અનેક વિવાદ ઉભા કર્યા હતા. તેણે પોતાના ભાષણમાં આસામ સહિત પૂર્વોત્તર ભારતને દેશથી અલગ કરવાની વાત કરી હતી. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ શરજિલ વિરુદ્ધ દેશદ્રોહ અને ધર્મ આધારિત કટુતા ફેલાવવા સહિત અનેક ગંભીર આરોપમાં વિવિધ રાજ્યોમાં તેની સામે કેસ દાખલ કરાયા હતાં. બાદમાં પોલીસ કેસ થતા ભુગર્ભમાં ઉતરી ગયો હતો. શરજીલ ઇમામને શોધવા માટે પોલીસે ઠેર ઠેર તપાસ કરી હતી. તેની સામે આશરે છ રાજ્યોમાં એફઆઇઆર નોંધાઈ હતી. છેલ્લા કેટલાય દિવસોથી શરજીલનુ લોકેશન ટ્રેસ અલગ અલગ જગ્યાએ થયું હતું. બાદમાં દિલ્હી પોલીસે બિહાર પોલીસની મદદથી શરજીલને ઝડપી લીધો હતો.હવે તેને જહાનાબાદ કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે.