ઈલેક્ટ્રિક વાહનોનાં વેચાણો ગત વર્ષે 20% ઘટ્યાં

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણોને મોટો ફટકો પડયો છે. ગત નાણાકીય વર્ષમાં 20 ટકા ઘટી 2,36,802 યુનિટ નોંધાયા છે. સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલ દ્રારા જારી આંકડાઓ અનુસાર, અગાઉ 2019-20માં કુલ 2,95,683 ઈલેક્ટ્રિક વાહનો વેચાયા હતાં. જ્યારે ગત 2020-21માં ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સના વેચાણો 6 ટકા ઘટી 1,43,837 યુનિટ (1,52,000 યુનિટ) નોંધાયા હતાં. જેમાં હાઈ સ્પીડના 40,836 અને લો સ્પીડ ઈલેક્ટ્રિક ટુ વ્હિલર 1,03,000 યુનિટના વેચાણો છે. જયારે ઈલેક્ટ્રિક થ્રી વ્હિલરના વેચાણો પણ ઘટાડો થયો છે. તેમાં 1,40,683 યુનિટ સામે ઘટી 88,378 યુનિટ રહ્યા હતાં. ઈલેક્ટ્રિક ફોર વ્હિલર સેગમેન્ટમાં 53 ટકા નો વધારો થયો છે. અગાઉના વર્ષની 3000 ઈલેક્ટ્રિક ફોર વ્હિલરની તુલનાએ 2020-21માં 4588 ફોર વ્હિલર્સ વેચાયા છે. એસએમઈવીના ડિરેક્ટર-જનરલ સોહિન્દર ગીલના જણાવ્યા અનુસાર 2020-21ની શરૂઆત પહેલાં ઈલેક્ટ્રિક વાહનોમાં સારો ગ્રોથ જોવા મળ્યો હતો. સરકારે 2021-22માં અંદાજિત લક્ષ્યાંક હાંસિલ કરવા પોલિસીમાં સમયસર ફેરફાર કરવાની જરૂર છે. એસબીઆઈ, એક્સિસ જેવી બેન્કો તરફથી ઈલેક્ટ્રિક વાહનોના ફાઈનાન્સિંગ માટે નબળો પ્રતિસાદ મળ્યો છે. જેમાં સુધારો કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *