J&K : 2 કલાકમાં 5.5ની તીવ્રતાના ચાર ભૂકંપના આંચકા અનુભવાયા

ભુંકપના આંચકા

જમ્મુ કશ્મીરમાં એક તરફ ભારે ઠંડી પડી રહી છે તો બીજી તરફ સોમવારે રાત્રે ભૂકંપના મધ્યમ કક્ષાના એક કરતાં વધુ આંચકા આવતાં લોકો ગભરાઇને ઘરની બહાર નીકળી ગયા હતા. અચાનક આવેલા આંચકાના કારણે થોડી વાર અફડાતફ઼ડી મચી ગઈ હતી.રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે આપેલી માહિતી મુજબ બે કલાકમાં મધ્યમ કક્ષાના ચારેક આંચકા આવ્યા હતા અને તેને લઇને લોકો ગભરાઇ ગયા હતા. રિક્ટર સ્કેલ પર 4.5થી 5.5.ની કક્ષાના આંચકા નોંધાયા હતા.  આ તમામ આંચકાનું એપિસેન્ટર દસ કિલોમીટરની અંદર જ હતું.  પહેલો આંચકો રાત્રે 10-42 કલાકે આવ્યો હતો. બીજો આંચકો આશરે અર્ધા-પોણા કલાક પછી એટલે કે 11-20 કલાકે અનુભવાયો હતો. ત્રીજો અને ચોથો આંચકો 36થી 63 કિલોમીટરની આસપાસ એપિસેન્ટર હોય એ રીતે આવ્યા હતા. આંચકા મધ્યમ કક્ષાના હોવાથી કોઇ ભારે નુકસાન થયું નહોતું કે જાનહાનિના અહેવાલ પણ મળ્યા નહોતા. એક તરફ ભારે હિમવર્ષા અને જીવલેણ ઠંડી અને બીજી બાજુ ધરતીકંપના આંચકા આવતાં લોકોમાં ગભરાટ વધ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *