તુર્કીમાં ભારે વિનાશ સર્જ્યાં બાદ પણ સતત ભૂકંપ આવી રહ્યા છે. અહીં લગભગ દરરોજ ભૂકંપ આવી રહ્યો છે. સ્થાનિક લોકોમાં ભારે ડરનો માહોલ છે. તુર્કીમાં શનિવારે ફરી એક વખત ભૂકંપની ઝાટકા અનુભવાયા હતા. મધ્ય તુર્કી ક્ષેત્રમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર 10 કિમી (6.21 માઈલ) ઊંડાઈએ હતું.
બીજી બાજુ તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃતકોનો આંકડો 50,000ને પાર થઈ ગયો છે. આ ઉપરાંત 1.60 લાખ કરતા વધારે ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. અગાઉ તુર્કીમાં 20 ફેબ્રુઆરીના રોજ પણ 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તૂર્કીના હતાય પ્રાંતમાં ભૂકંપની ઝાટકા અનુભવાયા હતા.
50થી વધારે લોકોના મોત
ભૂકંપને લીધે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. નવી આંકડાકીય માહિતી પ્રમાણે તુર્કી અને સીરિયામાં આવેલા મહાવિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામેલાઓની કુલ સંખ્યા 50 હજારને પાર થઈ ગઈ છે. અહીં 5,20,000 એપાર્ટમેન્ટ સહિત 1,60,000 ઈમારતો ભૂકંપને લીધે ધ્વસ્ત થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તુર્કીમાં ભૂકંપના 6 ફેબ્રુઆરીના રોજ ભૂકંપ આવ્યો હતો, પ્રથમ ઝાટકો સ્થાનિક સમય પ્રમાણે સવારે 4.17 વાગે આવ્યો હતો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નીટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર તુર્કીના ગાજિયાંટેપમાં હતું. સ્થાનિક લોકો કંઈ સમજી શકે તે પહેલા બીજો જોરદાર ભૂકંપનો ઝાટકો આવ્યો હતો. તેની તીવ્ર્તા રિક્ટર સ્કેલ પર 6.4 મેગ્નીટ્યુડ માપવામાં આવી હતી.
ભારતે રાહત-મદદ પૂરી પાડી
અત્રે ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરીના રોજ આવેલા ભૂકંપને લીધે તુર્કી તથા સીરિયામાં ભારે વિનાશ સર્જાયો હતો. ત્યારે સ્થાનિક લોકોને મદદરૂપ બનવા માટે ભારતે ઓપરેશન દોસ્ત શરૂ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત વિવિધ ટીમોને મોકલવામાં આવી હતી. રાહત અને બચાવ કાર્ય પૂરૂ થવા જઈ રહ્યું હોવાથી ટીમો પરત ફરી હતી.