નવા વરસની શરુઆત થઈ ચુકી છે અને 2020ના ફેબ્રુઆરીમાં માસ આંકડામાં માનતા લોકો માટે ખાસ છે. આ વર્ષ ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો રહેશે તો યોગાનુયોગ મહિનાની શરૂઆત શનિવારથી થઇ રહી છે અને મહિનાનો છેલ્લો દિવસ પણ શનિવાર જ છે. એટલે કે આ ફેબ્રુઆરીમાં કુલ 5 શનિવાર છે. આજથી 28 વરસ પહેલા પણ આવો જ સંયોગ બન્યો હતો. જેમાં 29 દિવસ હતા અને 5 શનિવાર હતાં. જયોતિષીઓ અને અંકશાસ્ત્રીઓના મતે આવા માસમાં દેશની રાજનીતિ અને આર્થિક સ્થિતિમાં ઉથલપાથલ થવાની સંભાવના રહેતી હોય છે. રાહુ, શનિ અને ચંદ્રના કારણે આવનાર દિવસોમાં દેશની રાજનીતિ, સામાજિક અને આર્થિક સ્થિતિઓમાં મોટા બદલાવ આવે તેવી સંભાવના છે.