જી-20 દેશ 5 લાખ કરોડ ડોલરનું રોકાણ કરશે-vc સમિટ યોજાઈ

સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઈરસને નાથવા યુધ્ધના ધોરણે પ્રયાસ કરી રહ્યો છે બીજી તરફ મૃત્યુઆંક હવે વીસ હજાર નજીક પહોચી રહ્યો છે આવા સમયે ગુરુવારે જી-20 દેશના રાષ્ટ્ર અધ્યક્ષોને વીડિયો કોન્ફ્રરન્સિંગ મારફતે બેઠક યોજાઈ હતી. આ સમિટમાં એવો નિર્ણય લેવાયો કે કોરોના સંકટ સામે લડવા માટે જી-20 દેશ વૈશ્વિક અર્થતંત્રમાં 5 લાખ કરોડનું રોકાણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 દેશના નેતાઓ સાથે વિડિયો કોન્ફરન્સિગ મારફતે વાતચીત કરતા કહ્યું કે – કોવિડ 19એ આપણને સૌને એક તક આપી છે, જેમાં આપણે ગ્લોબલાઈઝેશનના નવા કન્સેપ્ટ તરફ જોઈ શકાય છે. આપણે માનવતા, જળવાયુ પરિવર્તન અને આતંકવાદ ઉપરાંત આર્થિક બાબતો અંગે પણ વિચાર કરી શકીએ છીએ. આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ જી-20 દેશના નેતાઓ સાથે કોરોના વાઈરસના વધતા જોખમથી લોકોને બચાવવા માટે સહિયારી યોજનાઓ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે એવી યોજના તૈયાર કરાય કે જેથી સમાજમાં આર્થિક રીતે નબળા લોકોને અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને મજબૂત કરી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ વિડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ સમિટમાં પીએમ મોદીની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોબાલ પણ હાજર રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *