બિન સચિવાલય પરીક્ષાના પેપર લીક થયા બાદ બજારમાં 20થી 25 હજારમાં વેચાયા હોવાનુ પોલીસ માની રહી છેએટલુ નહિ કોગ્રેસના કાર્યકર લખવિંદર સિંહે કેટલાક કોલેજ ગ્રુપમાં આ પેપર પહોચતુ કર્યુ હોવાની માહિતી સામે આવતા પોલીસ તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે . આગામી દિવસોમાં આ પેપર પહોચાડનાર અને ખરીદનારાઓની ધરપકડ નિશ્વિત મનાઈ રહી છે હાલમાં ગાંધીનગર સીટની ટીમ મુખ્ય સુત્રધાર પ્રવિણ દાન ગઢવીને શોધી રહી છે. ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને તેમની ટીમે ભારે જહેમતથી આ પેપર લીક કાંડનો પર્દાફાશ કરીને શોધી કાઢયુ હતુ કે અમદાવાદની દાણીલીમડા ખાતેની એમએસ સ્કુલમાંથી પેપર બહાર કઢાયું હતુ. હજુ આ પ્રકારે અન્ય કેટલી શાળામાં પેપરના સીલ તુટેલાની ફરિયાદ મળી છે ત્યાં ત્યાં ડીઈઓ પાસે રિપોર્ટ પોલીસે માંગ્યો છે ત્યાં પણ પોલીસ તપાસ કરીને ગુજરાતમાં પેપર લીક કરવાનું અને પેપર વેચવાનુ કૌભાંડનો વધુ પર્દાફાશ કરશે. હાલમાં સીટ દ્વારા સીસીટીવી, વીડિયો ક્લિપ્સ, વ્હોટ્સએપ અને કોલ રેકોર્ડિંગનાં આધારે તપાસ ચાલુ છે આ કામમાં એફએસએલની પણ મદદ લેવાઈ રહી છે.