હાલમાં કેન્દ્ર સરકાર દ્રારા તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ત્રણ હિસ્સામાં વહેંચીને ગૂડ ગવર્નેન્સ રેન્કિંગ આપવામાં આવ્યુ છે જેમાં સૌથી ટોપના ક્રમે તામિલનાડુ જયારે ગરવી ગુજરાતનો છઠ્ઠો નંબર આવ્યો છે. ઉત્તર પૂર્વના રાજ્યોની કેટેગરીમાં હિમાચલ પ્રદેશ પ્રથમ ક્રમે રહ્યું છે કેન્દ્ર સરકારની પર્સનલ મિનિસ્ટ્રીએ ગૂડ ગવર્નેન્સ રેન્કિંગની જાહેરાત કરી હતી. રેન્કીંગ પહેલા ત્રણ કેટેગરીમાં બધા જ રાજ્યને વહેંચવામાં આવ્યાં હતાં. એક કેટેગરીમાં 18 રાજયને મુકાયાં હતાં. જેમાં નંબર -1 માં તમિલનાડુ નંબર-2 માં મહારાષ્ટ્ર, નંબર-3 કર્ણાટક, 4 નંબરે છત્તીસગઢ, 5 માં નંબરે આંધ્રપ્રદેશ અને 6 નંબર પર ગુજરાત આવ્યું છે જયારે ઉત્તર પૂર્વમાં રખાયેલી કેટેગરીમાં હિમાલચ પ્રદેશ પહેલા નંબરે તો યુનિયન કેટેગરીમાં પ્રથમ નંબરે પુંડુચેરી આવ્યું છે .
બીજી કેટેગરી ઉત્તર-પૂર્વ અને હિલ રાજ્યોની હતી. એ કેટેગરીમાં હિમાચલ પ્રદેશને પ્રથમ, ઉત્તરાખંડ બીજા ક્રમે હતું. તો કેન્દ્રશાસિત પ્રદેશોની કેટેગરીમાં પહેલો ક્રમ પુડુચેરીને મળ્યો હતો. બીજા ક્રમે ચંડીગઢ અને ત્રીજા ક્રમે દિલ્હી રહ્યાં હતા.કેટેગરીની સાથોસાથ સેકટર નક્કી કરાયાં હતા જેમાં એગ્રિકલ્ચર, બિઝનેસ, હુમન રિસોર્સ, હેલ્થ. એનવાર્યમેન્ટ, લો એન્ડ જસ્ટીસનો સમાવેશ થાય છે.