રાજય સરકાર દ્રારા અગાઉ જાહેરાત કરાઈ હતી કે 1 લી મેથી 18 વરસથી ઉપરના તમામ લોકોને રસી અપાશે જો કે હજુ સુધી રસીની ફાળવણી પુરી માત્રામાં નહી આવી હોવાથી માત્ર 10 જીલ્લામાં રસી અપાશે આ મામલે મુખ્યમંત્રી જાહેરાત કરી છે કે, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે 1 મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે. રાજ્ય પાસે 29 એપ્રિલની સ્થિતિએ 4.62 લાખ વેક્સિનના જ ડોઝ ઉપલબ્ધ હતા. જેમાં વેક્સિનના સૌથી વધુ ડોઝ ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 11.80 લાખ સાથે સૌથી ઉપર જ્યારે ગુજરાત 4.62 લાખ ડોઝ સાથે આ લિસ્ટમાં 10મા ક્રમે છે.