અમદાવાદ એરપોર્ટ ગોલ્ડની દાણચોરીનું હબ ?

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાંય વરસોથી કરોડો રુપિયાનું સોનુ ઝડપાઈ રહ્યું છે. સોનાનાં દાણચોરો સોનું ઘુસાડવા માટે અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવીને અમદાવાદ એરપોર્ટ પર સોનું ઉતારીને અન્ય શહેરોમાં સગેવગે કરી રહ્યાં છે બીજી તરફ એરપોર્ટ પર કસ્ટમની ટીમે પણ તપાસની કાર્યવાહી સઘન બનાવીને આવા દાણચોરોને ઝડપી રહી છે. છેલ્લા 4 વરસમાં ગુજરાતમાં 1000 કિલોનું 1200 કરોડથી વધુનુ સોનુ ગુજરાતના એરપોર્ટ પરથી ઝડપાઈ ચુકયુ છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટે વર્ષ 2018-19ની સરખામણીએ રૂ. 7 કરોડથી વધુનું સોનું જપ્ત કર્યું છે. ચાલુ વર્ષે કસ્ટમ ડિપાર્ટમેન્ટે અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 24.80 કરોડનું અને સુરત એરપોર્ટ પરથી રૂ.2.31 કરોડના સોનાની દાણચોરી પકડી પાડી છે. જેના પરથી ખ્યાલ આવે છે કે અમદાવાદ એરપોર્ટ દાણચોરીનું એક મોટુ હબ સાબિત થઈ રહ્યું છે આ પહેલા પણ સોનાની મોટી ખેપ અમદાવાદ એરપોર્ટ પરથી જ ઝડપાઈ હતી. સોનાની સૌથી મોટી હેરાફેરી પાછળ સોનાની ખાડીમાં દેશમાં રહેલી કિમંત અને ભારતમાં જોવા મળતી કિમંતમાં મોટો તફાવત હોવાથી દાણચોરો વધુને વધુ સોનુ ઘુસાડવા પ્રયાસ કરતાં હોય છે.

દુબઇ સહિતના ગલ્ફ દેશોમાં 24 કેરેટ ગોલ્ડ પર ટેક્સ લાગતો નથી. જ્યારે ભારતમાં 22 કેરેટના દાગીના પર 5 ટકા જીએસટી લાગે છે. દુબઈ કરતાં દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ તોલાએ લગભગ રૂ. 6 હજાર, જ્યારે 22 કેરેટનો ભાવ રૂ. 6થી 7 હજાર વધુ છે. જેને કારણે ગોલ્ડસ્મગલિંગની આખી ચેઈન આ કામ કરી રહી છે. જો કે ગલ્ફ કન્ટ્રીથી આવતા મુસાફરો પર કસ્ટમ વિભાગની સવિશેષ નજર રહેતી હોય છે અને સોનાની દાણચોરી કરવા શરીરમાં કે અન્ય કોઈ સામાનની આડમાં ઘુસાડીને લાવતા હોય છે આમ છતાંય કસ્ટમ વિભાગની બાજ નજરમાં ઝડપાઈ જતાં હોય છે.

મળતી માહિતી અનુસાર દેશમાં સોનાની દાણચોરીના કિસ્સામાં મુંબઈ, કેરળ ચેન્નઈ બાદ અમદાવાદ ચોથા નંબરે આવે છે. અત્યાર સુધીમાં એકલા અમદાવાદ કસ્ટમ વિભાગે અમદાવાદ અને સુરતના એરપોર્ટ પરથી એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020 સુધીમાં દાણચોરીના કિસ્સામાં 113ની ધરપકડ કરી 77.05 કિલો સોનું પકડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *