જખૌ પાસે 8 પાકિસ્તાનીઓ 150 કરોડના હેરોઈન સાથે પકડાયા,ATS-કોસ્ટગાર્ડનું ઓપરેશન

એ.ટી.એસ.ના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયા નાઓને બાતમી મળેલ હતી કે પાકિસ્તાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ભારત પાકિસ્તાન IMBL પરથી જખૌથી આશરે ૪૦ નોટીકલ માઇલ પાકિસ્તાનની બોટ ‘‘નુહ’’ માં આવવાનો છે અને પંજાબ જવાનો છે. જે બાતમી આધારે એ.ટી.એસ.ની ટીમ તથા દ્રારકા એસ.ઓ.જી. જખૌ ખાતે આવી જખૌ કોસ્ટગાર્ડ ના ઉચ્ચઅધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં બેસી રવાના થઇ ઉપરોકત બાતમીવાળી જગ્યાએ આવી પેટ્રોલીંગમાં રહેલ દરમ્યાન ગઇ મોડીરાત્રે બાતમીવાળી જગ્યાએ એટલે કે જખૌથી ૪૦ નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ ‘‘નુહ’’ જોવામાં આવતા તુરત જ આ બોટને આંતરી આ બોટમાં રહેલ આઠ પકિસ્તાની ઇસમો તથા તેમના કબ્જામાં રહેલ ૩૦-કિ.ગ્રા. જેટલો હેરોઇનનો જથ્થો જેની અંદાજીત કિંમત આશરે ૧૫૦-કરોડનો તથા આ પાકિસ્તાની ‘‘નુહ’’ બોટ પકડી લઇ જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે દાણચોરી કરવામાં આવી રહેલ માલ ગુજરાતના દરિયાકાંઠે ઉતરવાનો હતો. વધુ અને સંયુક્ત તપાસ માટે બોટ અને તેની આઠ સભ્યોની પાકિસ્તાની ટુકડીને જાખૌ લઈ જઇએ છીએ તેવુ પણ નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા એક વર્ષથી ડ્રગના વેપારીઓ માટે મોટો આંચકો સાબિત થયો છે કારણ કે આઈસીજીએ આશરે ૨૦૦ કરોડની કિંમતના ૧.6 ટનથી વધુનો માદક પદાર્થ કબજે કર્યો છે.ગયા વર્ષે પણ ATS ગુજરાતને ગુપ્ત માહિતી મળી હતી કે, હિરોઇનની પાકિસ્તાન ફિશિંગ બોટમાંથી દાણચોરી કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે, ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત કાર્યવાહી કર્યા બાદ 5 પાકિસ્તાની નાગરિકોને ભારતીય દરિયાઇ સરહદ પર શંકાસ્પદ પાકિસ્તાની બોટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની શોધખોળ દરમિયાન 35 કિલો હેરોઇન કબજે કરવામાં આવી છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 175 કરોડ રૂપિયા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *