પેપર લીક કેસમાં આંતરરાજ્ય ગેંગના ૧૬ જેટલા આરોપીઓને ઝડપી પાડતી ગુજરાત એ.ટી.એસ. અને સુરત ક્રાઇમ બ્રાન્ચ

ગુજરાતના યુવાનોને તેઓના ભણતર તથા કૌશલ્યના આધારે સરકારના વિવિધ વિભાગોમાં રોજગારી મળી રહે તે હેતુથી હાલમાં ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલ ભરતી પ્રક્રિયાઓ સંપૂર્ણ પારદર્શક અને વનપક્ષ પણે થાય તથા ફક્ત અને ફક્ત તેઓના મેરીટ આધારે નીમણૂક થાય તથા કોઇ પણ સંજોગોમાં ખોટા માણસોને લાભ ન થાય અને યુવાન છાત્રો સાથે ગેરરીતી ન થાય તે માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીઓએ ગુજરાત પોલીસને સખત સૂચના આપેલ. જે આધારે પોલીસ તથા મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્યનાઓ દ્વારા ગુજરાત એ.ટી.એસ. સક્રહતની રાજ્યની તમામ પોલીસ એજન્સી તથા જિલ્લા પોલીસ યુનીટોને આ બાબતે તકેદારી રાખવા જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ. જે અંગે ગુજરાત એ.ટી.એસ., આઇ.બી., રાજ્યની ક્રાઇમ બ્રાન્ચો અને એસ.ઓ.જી. તથા જિલ્લા પોલીસ યુનીટો દ્વારા પેપર લીક સંબંધિત ગુનાઓમાં અગાઉ સંડોવાયેલ ગુજરાત તથા અન્ય રાજ્યોના ઇસમો તથા આંતર રાજ્ય ટોળકીઓ ઉપર ગુપ્ત રાહે વોચ રાખેલ.

જે બાબતે ગુજરાત એ.ટી.એસ. દ્વારા અગાઉ સી.બી.આઇ દ્વારા કરવામાાં આવેલ પરીક્ષાના પેપર લીક કેસમાં સંડોવાયેલ ભાસ્કર ચૌધરી તથા કેતન બારોટ સક્રહત અગાઉ પેપર લીક કેસમાં સંડોવાયેલ અન્ય ઇસમો ઉપર વિશેષ વોચ રાખી હ્યુમન તથા ટેક્નીકલ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ. જે અંતર્ગત ગુજરાત એ.ટી.એસ.ના અવધકારી/કમણચારીઓની અલગ-અલગ ટીમો બનાવી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ જેમ કે, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા વગેરે જિલ્લાઓ કે જ્યાં અગાઉ આવા ગુનાઓ બનવા પામેલ હોય તથા આ જિલ્લામાંથી આરોપીઓ પકડાયેલ હોય, તે જિલ્લાઓ ખાતે તકેદારીના ભાગરૂપે રવાના કરવામાાં આવેલ તથા બે ટીમો અમદાવાદ ખાતે સ્ટેન્ડ-ટુ રાખવામા આવેલ.

જે દરમ્યાન ગઈ કાલે ગુજરાત એ.ટી.એસ.ને બાતમી હકીકત મળેલ કે, ઓડીશા રાજ્યના એક ઇસમ પ્રદીપ નાયક, અગાઉ સી.બી.આઇ દ્વારા કરવામાં આવેલ પેપર લીક કેસમાં સંડોવાયેલ ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ નાઓ સાથે મળી તા.૨૯/૦૧/૨૦૨૨ ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનીયર ક્લાર્ક વર્ગ-૩ ની પરીક્ષાનું પેપર વડોદરા ખાતે છાત્રોને વેચવાના પ્રયાસો કરવાના છે.’ જે અંગે ગુજરાત એ.ટી.એસ.ની ટીમે સુરત ક્રાઇમ બ્રાન્ચની વિશેષ મદદ લઈ વડોદરા ખાતે રેઇડમા વડોદરા એસ.ઓ.જી.ની ટીમને સાથે રાખી મુખ્ય આરોપી પ્રદીપકુમાર બબજયા નાયક, રહે. ગાંજમ, ઓડીસા, કેતનભાઇ બળદેવભાઇ બારોટ રહે. નાના બચલોડા, અમદાવાદ તથા ભાસ્કર ગુલબાચાંદ ચૌધરી, રહે. છાણી, વડોદરા, મુળ વતન બિહાર સક્રહત અન્ય આરોપીઓની તા.૨૯/૦૧/૨૦૨૨ ના કલાક ૦૧:૩૦ વાગ્યે છાત્રોને પેપર વેંચણી કરતા પહેલા પકડી પાડવામાં આવેલ. સદર આરોપી પાસેથી તપાસ કરતા મળી આવેલ પેપરના પ્રશ્નો બાબતે ગુજરાત પાંચાયત સેવા પસાંદગી માંડળ મારફતે ખાતરી કરતા સદર પેપર તા. ૨૯/૦૧/૨૦૨૨ ના રોજ યોજાનાર પરીક્ષા પેપરના પ્રશ્નો સાથે મળતા આવેલ છે.
મુખ્ય આરોપી પ્રદીપ નાયકની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન તેણે જણાવેલ કે, તેને આ પેપર મુળ ઓડીશાના જીત નાયક ઉફે શ્રધાકર લુહા સ/ઓ સહદેવ લુહાનાએ તે હૈદરાબાદ ખાતેની કે.એલ. હાઇ-ટેક પ્રેસ કે જ્યાાં તે નોકરી કરી રહેલ છે ત્યાંથી પૈસાની લાલચમાં લાવી આપેલ. જેને બાદમા પ્રદીપ દ્વારા ઓડીશા ખાતે ક્લાસીસ ચલાવતા તેના એક વમત્ર સરોજનો સંપર્ક કરેલ જેણે આ પેપર તેના સાગરીતો નામે મોરારી, કમલેશ,ફિરોઝ, સવેસ, વમન્ટુકુમાર, પ્રભાત તથા મુકેશકુમાર, તમામ રહે બહારનાઓ દ્વારા ગુજરાતમા વેચાણ કરવા શરૂની ચેનલ ગોઠવી આપેલ જે આધારે વમન્ટુકુમાર દ્વારા વડોદરા ખાતેની Pathway Education Service ના એમ.ડી. તથા વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર એગ્ઝામ સેંટર ચલાવતા મુળ રહેવાસી બહારના ભાસ્કર ગુલાબચાંદ ચૌધરી હાલ રહે. વડોદરા તથા અમદાવાદ ખાતે એજ્યુકેશનના એમ.ડી. કેતનભાઇ બળદેવભાઇ બારોટ રહે. વડોદરાનાઓનો સંપર્ક કરેલ. જે અંગે ભાસ્કર તથા કેતન દ્વારા આ બાબતે તૈયારી ધરાવતા ઉપરોક્ત તમામ આરોપીઓ ઓડીશા તથા બહાર ખાતેથી વડોદરા આવવા રવાના થયેલ તથા મુળ ઓડીશા અને હાલ સુરતમાાં રહેતા નરેશ મોહન્તી નાઓને પણ આ શરૂ સાથે લીધેલ. દરમ્યાન ભાસ્કર તથા કેતન દ્વારા તેઓના ગુજરાત ખાતેના અન્ય એજન્ટો નામે હાર્દિક ર્માણ, પ્રણવ ર્માણ, અવનકેત ભટ્ટ તથા રાજ બારોટ નાઓને પણ વડોદરા ખાતે બોલાવી લીધેલ. ઉપરોક્ત તમામ આરોપીઓ વડોદરા ખાતેની ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ઉપર ભેગા થયેલ. જ્યાાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા એસ.ઓ.જી.ની ટીમોને સાથે રાખી ઉપરોક્ત કમ્પનીની ઓફીસ ઉપર રેઇડ કરી આ તમામ આરોપીઓને લીક થયેલ પેપર સાથે પકડી પાડેલ છે. જે અંગે ગુજરાત એ.ટી.એસ. ખાતે ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ તથા ૧૨૦(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ આંગે હૈદ્રાબાદ ખાતેથી જીત નાયક ઉફે શ્રધાકર લુહા સ/ઓ સહદેવ લુહા મુળ રહે. ઓડીટર પકડી પાડવામા આવેલ છે, જેને અમદાવાદ ખાતે લાવવાની કાયણવાહી હાથ ધરવામાાં આવેલ છે.

રેઇડ દરમ્યાન નીચે મુજિના ઇસમોની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ, પ્રમુખજાર, આતલદરા, વડોદરા શહેર ખાતેથી ધરપકડ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *