રાજયમાં વાહન ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે પછી તે આમ નાગરિક હોય કે કાઉન્સીલર. વડોદરાના વોર્ડ નંબર-17ના ભાજપના કાઉન્સિલરની સ્ક્રોપિર્યો કાર ચોરાઈ ગઈ છે પોતના ઘર પાસે પાર્ક કરેલી કાર કોઇ શખ્સો ચોરી ગયા હતા. જેની ફરિયાદ મકરપુરા પોલીસ મથકમાં નોધાતા તપાસ શરુ થઈ છે. વડોદરા શહેરના તરસાલીમાં રહેતા ભાજપાના કાઉન્સિલર અને વડોદરા મહાનગરપાલિકામાં પક્ષના દંડક તરીકેનો અલ્પેશ લિંબાચિયા હોદ્દો ધરાવે છે . ઘર પાસે જ પાર્ક કરેલી સ્કોર્પિયો કારની શુક્રવારે મોડી રાત્રે ચોરી થઈ ગઈ હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફુટેજ મેળવીને કાર ચોરની શોધખોળ શરુ કરી છે. થોડા સમય પહેલાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની જાણીતી હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલી કારની પણ ચોરી થઈ ગઈ હતી.