ભાવનગરનો ધ્યેય ઇરાનનાં મધદરિયે ફસાયો, સરકાર એકશનમાં

ભાવનગર સરકારી સર.ટી.હોસ્પિટલમાં જીવના જોખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા એક દંપતી નો યુવાન દીકરો ધ્યેય કમલભાઈ હળવદિયા છેલ્લા છ માસથી ઈરાનમાં મધદરિયે પોતાના સાથીઓ સાથે ફસાયેલો છે. મળતી માહીતી અનુસાર હાલમાં મૂળ માલિક કાર્ગો ઓનર અને એજન્ટ વચ્ચે સર્જાયેલા મતભેદોને કારણે જહાજને ઇરાનના બંદર પાસપોર્ટ પર અટકાવાયેલું છે. હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો બહુ વાયરલ છે. જેમાં મધ દરિયેથી જીવ બચાવવા મરીન એન્જિનિયર યુવાન ધ્યેય કમલભાઈ હળવદિયા મદદ માંગતો દેખાય છે. તે ગુજરાત ભાવનગરનો રહેવાસી છે. તેમની અનેક જગ્યાએ કરેલી અપીલ બાદ ભારત સરકાર સુધી આ વાત પહોંચતા સરકાર તેમની મદદે આવી છે. ફસાયેલા યુવાન ધ્યેયે સોશિયલ મીડિયા મારફત વીડિયો વાયરલ કરીને પોતાની આપવીતી જણાવી છે જેમાં તેમની હાલ શું સ્થિતિ છે તેની હકીકત બયાન કરી રહ્યો છે. પોતે 19મી ઓક્ટોબર 2020ના રોજ ઇરાનના બંદર બસ ખાતે કાર્ગો લોડિંગ માટે ગયા હતા બાદમાં શિપિંગ એજન્ટ, શિપના માલિક, કાર્ગો માલિક વચ્ચે કઈક અણબનાવ બનતા જહાજના એજન્ટ તે તમામ ક્રુ મેમ્બરોના સીડીસી, પાસપોર્ટ અને જહાજ ના દસ્તાવેજો કબજે કરી લીધા હતા. છેલ્લા છ મહિનાથી ઇરાનના બંદર અબ્બાસ પોર્ટના ઇનર એન્કરેજ ખાતે ફસાઈ ગયા છે. અનેક જગ્યાએ રજુઆત કર્યા બાદ કોઈ જવાબ મળતો નથી શિપના માલિક દ્વારા એક મહિનાનો પગાર આપવામાં આવ્યો છે, કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તેને પણ છ મહિના થઇ ગયા છતાં કોઈ એક્શન લેવામાં આવી રહ્યા નથી. આ અંગે રાજય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મેદાને આવ્યા છે. તેમના તરફથી તમામ સંબંધિત મંત્રાલયને કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે હાલમા આશાનુ કિરણ બંધાયુ છે અને ભારતના દૂતાવાસ વચ્ચે પણ વાતચીત ચાલુ થઈ ગઈ છે તેના પરિવાર સાથે વાત કરી છે. સરકારના મક્કમ પ્રયાસોના કારણે જલ્દીથી ધ્યેય પોતાના ઘરે સહીસલામત પરત ફરે તેવી તૈયારીઓ ચાલી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *