પેટા ચૂંટણી:મોરવા હડફમાં ભાજપ વિજય તરફ

મોરવા(હ) વિધાનસભાની પેટા ચુંટણીના પરિણામ સામે આવી રહ્યુ છે જેમાં ભાજપ આસાનીથી વિજય મેળવે તેવા આસાર છે. છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપને 14416 અને કોંગ્રેસને 5736 મત મળ્યા છે. છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના નિમિષબેન સુથાર 8,680 મતથી આગળ છે. છઠ્ઠા રાઉન્ડની વાત કરીએ તો છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપને 14416 અને કોંગ્રેસને 5736 મત મળ્યા છે. છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના નિમિષબેન સુથાર 8,680 મતથી આગળ છે. બપોરના એક વાગ્યા સુઘીમાં મતગણતરી પુર્ણ થયા બાદ પેટા ચૂંટણીના પરિણામ જાહેર કરાશે. જ્યારે અત્યારે દસ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર 11708 મતોથી આગળ છે.મોરવા(હ) વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે પોતાની જીતનો દાવો કરીને મોરવા(હ) સીટ ભાજપના ફાળે જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. વિધાનસભા સીટનું નિરાશાજનક મતદાન થતાં ફક્ત 42.60 ટકા મતદાન નોધાયું હતું. જે 2017 વિધાનસભા કરતાં 21 ટકા ઓછુ મતદાન થયું હતું. કોરોના મહામારીમાં યોજાયેલી પેટાચૂંટણીમાં મતદારોના મત ઇવીએમમાં સીંલ થયા બાદ પેટીઓને મોરવા(હ)ની કોલેજ ખાતેના સ્ટ્રોગ રૂમમાં પોલીસ બદોબસ્ત વચ્ચે મુકવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *