ગીરના સાવજ ફરતા ફરતાં રાજકોટ સુધી આવી પહોચ્યા છે રાજકોટનાં આજી ડેમ ખાતે આખી રાત બે સિંહે અહી રોકાયા હતા. વન વિભાગે બન્ને સિંહોના ફુટપ્રિન્ટ શોધી કાઢયા છે. વનવિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર બે સિંહ સરધાર-ત્રંબા બાદ આજી ડેમ પાસે હતા બાદમાં ત્યાંથી ભૂપગઢ , ભાડલા તરફ ગયાની માહિતી છે હાલમાં તેમનુ છેલ્લુ લોકેશન શોધવામાં આવી રહ્યું છે. સાડા ત્રણ વરસના બે નરસિંહ છે. બન્ને નર સિંહ ૧૯મીના રોજ શાપર-વેરાવળ બાજુ હતા અને ત્યાંથી સવારે નીકળી સરધાર-ત્રંબા થઈને રાત્રે આજી ડેમ તરફ પહોચી ગયા હતા. આ પહેલા ચોટીલા પાસે પણ સિંહોનુ રોકાણ જોવા મળ્યું હતું. છેલ્લા એક વરસમાં કેટલાક વનરાજ પોતાના મુળભુત વિસ્તારોને છોડીને નવા નવા રહેઠાણની શોધમાં બહાર નીકળતા જોવા મળી રહ્યાં છે.