સુરત અને રાજકોટ શહેરમાં એક બાદ એક મુશ્કેલીઓ આવી રહી છે સમગ્ર રાજયમા કોરોનાના સૌથી વધુ કેસો નોધાયા બાદ હવે સ્થિતિ થાળે પડી રહી છે પણ કોરોનાના કેસમાથી સાજા થયેલા દર્દીઓ એક નવા રોગના શિકાર બની રહ્યા છે. સુરત સહિત રાજ્યમાં મ્યુકરમાઇકોસીસ બીમારીએ 400થી વધુ દર્દીઓને સંકજામાં લઈ લીધા છે મ્યુકરમાઇકોસીસ નામની બીમારી એક પ્રકારનું ફંગલ છે જે હાલના વાતાવરણમાં ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે. સમગ્ર રાજયમાં સૌથી વધુ મ્યુકરમાઈકોસીસના કેસ સુરતમાં છે. એક અંદાજ પ્રમાણે 200થી વધુ કેસો જોવા મળી રહયા છે. જેમાં કતારગામની ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસ બીમારીનો ભોગ બનેલાં ચાલીસથી વધુ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે.જ્યારે 60 જેટલા દર્દીઓ લાઈનમાં છે. .સુરતના કિરણ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસ બીમારીનો ભોગહાલ ચાલીસ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જે પૈકી ચાર દર્દીઓના ઓપરેશન કરાવવાની ફરજ પડી છે. કોરોના બાદ સાજા થઈ ગયેલા કેટલાંક દર્દીના કાન,નાક,મોઢામાં દુખાવો સહિત આંખમાંથી લોહી નીકળવા જેવા લક્ષણો મ્યુકરમાઇકોસીસ રૂપે બહાર આવી રહ્યા છે. ખાસ કરીને આંખને વધુ નુકસાન કરવાના કેસ સામે આવ્યા છે. રહેલા છે સુરત ઉપરાંત રાજકોટ, અમદાવાદ, વડોદરામાં પણ આવા કેસ જોવા મળી રહયા છે. રાજકોટ શહેરમાં હાલ મ્યુકરમાઈકોસિસના કેસ 200ને પાર પહોંચ્યા છે. જેને નિવારવા માટે ખાસ સિવિલ હોસ્પિટલમાં અલાયદો 30 બેડનો અલગ વોર્ડ ઉભો કરાયો છે. રેમડેસિવિર બાદ આ રોગના ઇન્જેક્શન પણ ખૂટી પડ્યા છે.