પરપ્રાંતિય મજૂરોને વતન નહીં જવા દેવા સરકારનો આદેશ

કોરોનાને રોકવા કેન્દ્ર સરકારે સમગ્ર દેશને લોકડાઉન કર્યુ છે ત્યારે રોજગારી વગરના પરપ્રાંતીય મજુરો હજુ પણ વતન તરફ જઈ રહયા છે જેને લઈને રાજય સરકારે આદેશ કર્યો છે કે કોઈ મજુરો હવે હિજરત ના કરે. સરકાર તેમના માટે તમામ વ્યવસ્થા કરશે. લોકડાઉનમાં એકાએક બસ-રેલ સેવા ઠપ હોવાથી હજારો ગરીબ મજૂર પરિવારો ચાલીને વતન જઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા છે. ગુજરાતમાં કોરોનાના કેસોનો આંક વધીને ૫4 થયો છે જયારે ચાર જણાં મોત થયાં છે ગુજરાતમાંહવે ઇન્કયુબેશન પિરીયડ શરૂ થતા ખાસ તકેદારી રખાઈ રહી છે. રાજ્ય સરકારે અન્ય રાજ્યમાં જતાં મજૂરોને જયાં હોવ ત્યાં અટકી જવા આદેશ કર્યો છે.સ્થાનિક જિલ્લા-તાલુકા કક્ષાએ સંકલન કરીને આ ગરીબ પરિવારોને રહેવા-જમવાની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ આદેશ કર્યો છેકે, હવે કોઇને ય અન્ય રાજ્યમાં કે ગામડાં ય જવા નહી દેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *