ગુજરાત એસ.ટી.ને મળેલા ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ ર૦૧૮-૧૯ એનાયત થયો છે. આ એવોર્ડ અંતર્ગત વિજેતા ટ્રોફી તેમજ રૂ. બે લાખનો પુરસ્કાર કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે નવી દિલ્હીમાં એસ.ટી. નિગમને એનાયત કરાયા છે .ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના એસોસિયેશન ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ અન્ડર ટેકીંગ દ્વારા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ એકઝીબિશન ઓન પબ્લીક ટ્રાન્સપોર્ટ ઇનોવેશનમાં ગુજરાત એસ.ટી. કોર્પોરેશનને આ ગૌરવ સિદ્ધિથી સન્માનિત કરાયુ છે . આ ત્રીજી કોન્ફરન્સનું આયોજન ગત તા. ૩૦-૩૧ જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હી ખાતે કરાયુ હતું.