H-1B વિઝાધારકોના પાર્ટનર, ડિપેન્ડન્ટ પાછા US જઈ શકશે

ઘર આંગણે નવી વિઝા પોલીસીના વિરોધ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ડિસેમ્બર સુધી વર્ક વિઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો પછી વધુ એક વાર સ્પષ્ટતા કરી છે. કોરોના મહામારીના કારણે ભારતમાં ફસાઈ ગયેલા H-1B વિઝાધારકોના પાર્ટનર, ડિપેન્ડન્ટને ચોક્કસ સમયે અમેરિકા પરત જવાની મંજૂરી અપાશે. આ પહેલા કોરોનાને પગલે 22 જૂને નોન-ઈમિગ્રન્ટ વિઝા રદ કરાયા હતા, પરંતુ નવા નિયમોમાં આ લોકોને બાકાત રખાયા છે. પહેલા કહેવાયુ હતુ કે 24 જૂન સુધી H-1B, H4, J1 અને H2A વિઝા મેળવનારા ભારતીયો 31મી ડિસેમ્બર સુધી અમેરિકા પરત નહીં જઈ શકે. જોકે, આ વિઝાધારકો ભારતમાં અમેરિકન દૂતાવાસ ખૂલે પછી અરજી કરીને પરત જઈ શકે છે. મળતી માહિતી અનુસાર નવા નિયમો જાહેર કરાયા પછીયે તમામ H-1B વિઝાધારકોને પાછા જવાની મંજૂરી નહીં અપાય. યુએસ સરકાર દ્વારા પ્રતિબંધિત વિઝાની યાદી બહાર પડાશે, જેમાં કોવિડ-19 મહામારીમાં જરૂરી હોય એવા ચોક્કસ પ્રકારના H અને J વિઝાધારકોને પ્રતિબંધની યાદીમાંથી બાકાત રાખી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *