હરિયાણાની 12 સરકારી શાળાના 72 બાળકો કોરોના પોઝિટિવ

દેશમાં કોરોના વાયરસને લઇને જે સતર્કતા પહેલા હતી તેટલી રહી નથી. હવે કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી થઇ રહ્યો છે. હરિયાણાના બે શહેરની શાળામાં કોરોનાએ ઘણા બાળકોને પોતાની ઝપેટમાં લીધા છે. રેવાડીમાં શાળા ખુલ્યા બાદ પહેલી વખત બાળકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા તો 12 સરકારી શાળાના 72 જેટલા બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઘટના બાદ હવે હરિયાણા સરકારે રાજ્યની તમામ શાળાઓમાં કોરોના ટેસ્ટિંગના આદેશ આપ્યા છે. પ્રશાસન દ્વારા તમામ શાળાઓને ત્રણ દિવસસ માટે બંધ કરવાનો ર્નિણય લીધો છે. સાવધાનીના પગલે આખા ગામના સેનિટાઇઝેશનના આદેશ અપાયા છે. જીંદ જિલ્લામા 1 બાળકોની સાથે 8 શિક્ષકો પણ કોરોના પોઝિટિવ થયા છે. આ ઘટના બાદ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ટીમો એલર્ટ થઇ છે. તમામ શાળાઓને કોરોના ટેસ્ટિંગના આદેશ અપાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *