કન્સ્ટ્રક્શન સાઈટ પર હાજર લોકો જુદા-જુદા રંગના હેલમેટ કેમ પહેરે છે જાણો કલર કોડના કારણો

▪️સફેદ રંગનું હેલમેટઃ જો તમે કોઈને સફેદ રંગનું સેફ્ટી હેલમેટ પહેરેલા જોવો તો સમજી જાવ કે તે વ્યક્તિ ત્યાં કોઈ સીનિયર વર્ગ જેમ કે એન્જિનિયર, પ્રોજેક્ટ મેનેજર વગેરે છે. ▪️લીલા રંગનું હેલમેટઃ લીલા હેલમેટને સામાન્ય રીતે કોઈ સાઈટના સેફ્ટી અધિકારી કે ઈન્સ્પેક્ટર દ્વારા પહેરવામાં આવે છે. સાથે જ આ તે વ્યક્તિઓ દ્વારા પહેરવામાં આવે છે જે કા તો નોકરી પર નવા છે અથવા ટ્રેનિંગ કરી રહ્યા છે. ▪️પીળા રંગનું હેલમેટઃ સાઈટ પર કામ કરી રહેલા મજૂરો દ્વારા પીળા રંગનું હેલમેટ પહેરવામાં આવે છે. જેમાં તે મજૂર સામેલ છે જે સાઈટ પર ભારે મશીનરી સંચાલિત કરે છે કે સામાન્ય નિર્માણ શ્રમનું કાર્ય કરી રહ્યા હોય છે. ▪️ઓરેન્જ હેલમેટઃ આ સામાન્ય રીતે તે મજૂરો દ્વારા પહેરવામાં આવે છે જે માર્ગ નિર્માણનું કાર્ય કરી રહ્યા હોય છે. માર્ગ નિર્માણના કાર્યમાં કોઈ નવા વ્યક્તિને આ હેલમેટ આપવામાં આવે છે. ▪️વાદળી રંગનું હેલમેટઃ વાદળી રંગનું હેલમેટ ઈલેક્ટ્રીશિયન કે કારપેન્ટર દ્વારા પહેરવામાં આવે છે. ▪️ગ્રે રંગનું હેલમેટઃ ગ્રે રંગનું સેફ્ટી હેલમેટ વિજિટર્સ કે ક્લાઈન્ટ દ્વારા પહેરવામાં આવે છે. અમુક સાઈટ પર પિંક રંગનું પણ હેલમેટ હોય છે. જો કોઈ પોતાનું હેલમેટ ભૂલી ગયા હોય તો તે દિવસ માટે તેઓ પિંક હેલમેટ પહેરી શકે છે. ▪️લાલ રંગનું હેલમેટઃ લાલ રંગનું હેલમેટ ફાયર ફાઈટર્સ દ્વારા પહેરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *