પ્રિયદર્શનની ‘હંગામા 2’માં શિલ્પા સાથે પરેશ રાવલની ધમાલ

બરાબર 16 વર્ષ બાદ જાણીતા ફિલ્મમેકર પ્રિયદર્શન ફરી રૂપેરી પરદા પર હંગામા મચાવવા આવી રહ્યાં છે જેમાં શિલ્પા શેટ્ટીની સાથે પરેશ રાવલની જોડી જોવા મળશે. 2003માં અક્ષય ખન્ના,રાઈમા સેન, આફતાબ શિવદાસાની હતા તો આ ફિલ્મમાં પણ એક નવી જોડી આવી રહી છે ફિલ્મમેકર પ્રોડ્યૂસર રતન જૈન સાથે મળીને પ્રિયદર્શને આ ફિલ્મ બનાવી છે જે સિનેમાઘરોમાં 14 ઓગસ્ટે જોવા મળશે ‘હંગામા 2’માં પરેશ રાવલ, શિલ્પા શેટ્ટી, મીઝાન જાફરી છે. મીઝાન જાફરીએ સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘મલાલ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. મીઝાન એક્ટર જાવેદ જાફરીનો દીકરો છે. પ્રણીતા સુભાષ એક્ટર અજય દેવગનની ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. ‘હંગામા 2’ તેની બીજી હિંદી ફિલ્મ છે

. લાંબા સમય બાદ એક સાથે પ્રિયદર્શન પરેશ રાવલને લઈને આવી રહ્યાં છે બીજી તરફ શિલ્પા શેટ્ટીએ ‘નિકમ્મા’ ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કર્યું છે. આ ફિલ્મ પાંચ જૂને રિલીઝ થવાની છે. પ્રિયદર્શનની ફિલ્મો કોમેડીથી ભરપુર હોય છે સાથોસાથ પારિવારિક પણ. ખાસ કરીને મઘુર ગીતો પણ જમા પાસુ હોય છે.

1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *