IND vs AUS સિડની ટેસ્ટ ડ્રો:અશ્વિન-વિહારીએ 3.5 કલાક બેટિંગ કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ ડ્રો થઈ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 407 રનનો પીછો કરતા ભારતીય ટીમે 131 ઓવરમાં 5 વિકેટે 334 રન કર્યા. નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયાએ છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં આટલી ઓવર બેટિંગ કરી નથી. તેમણે છેલ્લે 1979માં પાકિસ્તાન સામે દિલ્હી ખાતે 131 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી. ભારતીય મેચ ડ્રો કરાવી શકે તેમાં ઋષભ પંત, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિનનું અમૂલ્ય યોગદાન રહ્યું. સીરિઝ 1-1ની બરાબરી પર છે રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારીએ છઠ્ઠી વિકેટ માટે 258 બોલમાં 62 રનની ભાગીદારી કરી. અશ્વિને 128 બોલમાં 7 ફોરની મદદથી 39 રન કર્યા. જ્યારે વિહારીએ 161 બોલમાં 4 ફોરની મદદથી 23 રન કર્યા. આ છઠ્ઠી વિકેટ માટે બોલના માર્જિનથી સૌથી મોટી પાર્ટનરશિપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *