એક જ દિવસમાં રેકોર્ડ 2.70 લાખ લોકો સાજા થયા

દેશમાં કોરોના બેકાબુ છે એક સાથે ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે 2.70 લાખ લોકો સાજા થઈને ઘરે પરત પણ થઈ ગયા છે. તો બીજી તરફ કોરોના સંક્રમણથી સાજા થનારા લોકોની સંખ્યા દોઢ કરોડને પાર થઈ ગઈ છે. અત્યારસુધી 1 કરોડ 50 લાખ 78 હજારથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો દેશભરમાં રેકોર્ડ 2.70 લાખ લોકો સાજા થયા છે. મંગળવારે 2.62 લાખ લોકો રિકવર થયા હતા. એકંદરે રિકવરી રેટમાં પણ 1.8%નો વધારો થયો છે, જે હવે 82.08% થઈ ગયો છે. બુધવારે 3 લાખ 79 હજાર 164 નવા દર્દી નોધાયા હતા. હવેના તમામ આંકડા આપોઆપ વિક્રમ બનાવી રહયા છે. એક દિવસમાં અત્યારસુધીમાં નવા દર્દીઓની સંખ્યા આ સૌથી વધુ છે. આ પહેલાં 27 એપ્રિલના રોજ સૌથી વધુ 3.62 લાખ દર્દીઓની ઓળખ કરાઈ હતી. આ સિવાય 24 કલાકમાં 3,646 લોકોનાં મોત થયાં છે. આ સતત બીજો દિવસ હતો, જ્યારે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પહેલાં મંગળવારે 3,286 લોકોનાં મોત નોંધાયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *