દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે પરપ્રાંતીયની સામૂહિક હિજરત

કેન્દ્ર સરકારે આગામી 21 દિવસ સુધી જાહેર કરેલી લોક ડાઉન સ્થિતિ વચ્ચે હજારો મજૂરો પોતાના ગામ કે શહેર જઈ રહ્યાં છે તો કેટલાંક હજુ પણ પગપાળા . અનેક રાજયોએ પોતાની બોર્ડર સીલ કરી દેતા હિજરત કરી રહેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને દિલ્હી,યુપી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ પોતાનું શહેર છોડી દઈ રહ્યાં છે. કેટલાક શહેરોમાં આવા મજુરો માટે રસ્તા પર જ ખાવા પીવાની વ્યવસ્થા કરાઈ રહી છે. બીજી તરફ દિલ્હીથી હજારો મજૂરો રાતોરાત ઉત્તર પ્રદેશ સરહદે પહોંચ્યા હતા. આ મજૂરો ચાલતા જ ઘરે જવા નિકળ્યા હતા જ્યારે કેટલાકને એવી આશા હતી કે સરકાર તેમના માટે સરહદે બસોની વ્યવસ્થા કરશે.  રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજુરો ભેગા થઈ જતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જો કે પ્રશાસને તેમના માટે ખાસ બસો મુકવાની વ્યવસ્થા કરી હતી. દિલ્હી અને ગાઝિયાબાદ સરહદે હજારો મજૂરો એકઠા થયા હતા. હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ સહિતના દિલ્હીના સરહદી રાજ્યોના મજૂરોએ હિજરત કરી છે. ગાઝિપુરા, ગાઝિયાબાદના લાલકૌર વિસ્તારમાં હજારો મજૂરો પગપાળા જ પહોંચી ગયા હતા. તેમને એવી આશા છે કે તેમના માટે સરકાર બસોની વ્યવસ્થા કરશે. આ ઉપરાંત બિહાર, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં પણ અન્ય રાજ્યોના મજૂરો પગપાળા જ ચાલી નીકળ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *