એપ્રિલમાં રેકોર્ડ 1.41 લાખ કરોડનું GST કલેક્શન

દેશમાં કોરોનાના કેસ વધી રહયા છે 2 લાખની પાર પહોચી ગયા છતાંય ટેકસની આવકમાં કોઈ ઘટાડો થયો નથી કોરોના મહામારી વચ્ચે એપ્રિલમાં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. કેન્દ્રીય નાણામંત્રાલય અનુસાર ગત મહિને 1,41,384 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું હતું. જે વધુ છે. તેમાં સીજીએસટી 27,837 કરોડ, એસજીએસટી 35,621 કરોડ, આઈજીએસટી 68,481 કરોડ અને સેસ 9445 કરોડ રૂપિયા છે. માર્ચમાં જીએસટી કલેક્શન 1,23,902 કરોડ રૂપિયા હતું. માર્ચની તુલનાએ જીએસટી કલેક્શનમાં પણ 14 ટકાનો વધારો થયો છે. IGSTમાં 29,599 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પર મળ્યા છે. મંત્રાલય અનુસાર જીએસટી મહેસૂલી આવકે સતત સાત મહિના દરમિયાન ન ફક્ત એક લાખ કરોડ રૂપિયાના લેવલને સફળતાપૂર્વક પાર કર્યું છે પણ તેમાં સતત વૃદ્ધિ પણ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *