રાજકોટ વન ડેમાં કુલદીપે રચી દીધો વિકેટનો ઇતિહાસ

શેન વોર્નનો રેકોર્ડ તોડતો કુલદીપ યાદવ

રાજકોટમાં રમાઈ ગયેલી ભારત -ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ભારતીય સ્પીનર કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયાના સ્પીનર શેન વોર્નનો રેકોર્ડ તોડયો છે. ભારતે આ મેચ 36 રને જીતી લીધી હતી જેમાં કુલદીપે આ મેચમાં વિકેટ લેવાની સાથે 100 વિકેટનો સ્કોર પાર કરી દીધો છે. આ સાથે જ ભારતીય તરફથી પણ કુલદીપ યાદવ પ્રથમ બોલર બની ગયો છે. આ મેચમાં કુલદીપે બે વિકેટ લીધી હતી.કુલદીપે અત્યાર સુધીમાં કૂલ 6 ટેસ્ટમેચ રમી છે જેમાં 24 વિકેટ લીધી છે તો 58 વન ડેમાં 101 વિકેટ ટી-20માં 39 વિકેટ લઈ ચુકયો છે. પ્રથમ વન ડે મેચ 2017માં વેસ્ટઈન્ડીઝ સામે રમી હતી. તો પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે પણ 2017માં ધર્મશાળામાં રમી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *