ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી સીરિઝ 2-1થી જીતી

ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી સીરિઝ 2-1થી જીતી

ભારતે અનેક વિક્રમો સર્જીને બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે 2-1 થી સિરિઝ પણ જીતી લીધી છે. ઓસી.એ આપેલા 287 રનનો પીછો કરીને ભારતે 47.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો ભારત તરફથી ઓપનર રોહિત શર્માએ કરિયરની 29મી સેન્ચુરી ફટકારી તો કેપ્ટન કોહલીએ પણ 89 રન કરીને ભારતને વિજય અપાવ્યો હતો. ઓસી.તરફથી ફરી વાર સ્ટીવ સ્મીથની સદી એળે ગઈ હતી. બોલીંગમાં મોહમદ શમીએ ચાર વિેકેટો લઈને ઓસી.ને 300ને પાર થવા દીધુ ન હતું. શિખર ધવન ઈજાગ્રસ્ત થતા ઓપનીંગમાં કે.એલ. રાહુલે રોહીત શર્માનો સાથ આપ્યો હતો.

કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન કરનાર ભારતીય કેપ્ટન

કેપ્ટનઇનિંગ્સરનએવરેજ
વિરાટ કોહલી19911208*66.71
એમએસ ધોની3301120746.89
મોહમ્મદ અઝહરુદીન230809540.88
સૌરવ ગાંગુલી218766538.32
રોહિત શર્માએ વન ડે ની સદી સાથે 9 હજાર રન પૂરા કર્યા

રોહિત શર્માએ વન ડે ની સદી સાથે 9 હજાર રન પૂરા કર્યા
ભારતીય સ્ફોટક બેટસમેન રોહિત શર્માએ ઓસી.સામે સદી ફટકારવાની સાથે સાથે વનડે કરિયરમાં 9 હજાર રન પુરા કરી દીધા છે. આ સાથે સૌથી ઝડપી 9 હજાર રન કરનાર બીજો ભારતીય બન્યો છે. ભારત તરફથી બીજા બેટસમેન કેપ્ટન વિરાટ કોહલીએ 194 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી, રોહિત શર્માએ 9 હજાર રન પુરા કરવા 217 ઇનિંગ્સ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *