હાલમા ભારતીય સેનાના આર્મી ચિફ જનરલ બીપીન રાવત 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થતા તેમના સ્થાને હવે સેના ઉપ પ્રમુખ મુંકુદ નરવણે કાર્યભાર સંભાળી લીધો છે આ પહેલા તેઓ સેનાની પૂર્વી કમાન સંભાળતા હતા. આ કમાન ભારતથી ચીન સાથે 4000 કીમી સુધી સંકળાયેલી છે. લેફન્ટન્ટ જનરલ નરવણે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયનઅને પૂર્વી મોરતા પર ઈન્ફનટ્રી બ્રિગેડની કમાન સંભાળી ચુકયા છે. આ અગાઉ શ્રીલંકામાં ભારતીય શાંતિ ફોર્સના પણ ભુમિકા ભજવી ચુકયા છે અને 3 વરસ સુધી મ્યાંનમારમાં પણ સેવા આપી હતી. નરવણે રાષ્ટ્રીય રક્ષા એકેડેમી અને ભારતીય સેના એકેડેમીમાંથી પાસ થયા છે નરવણેનુ કમિશન જૂન 1980માં શિખ લાઈટ ઈન્ફન્ટ્રી રેજીમેન્ટની 7 મી બટાલિયનમાં થયું હતુ. મનોજ મુંકુદ નરવણેને દેશ અને દેશ બહાર ચેલેન્જપૂર્ણ ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ છે તેમને સેના મેડલ પણ મળી ચુકયો છે. નાગાલેન્ડમાં મહાનિરિક્ષક આસામ રાઈફ્લ્સના રુપમા સેવાઓ માટે તેમને વિશિષ્ટ સેવા પદક અને અતિ વિશિષ્ટ સેવા પદકની સન્માનિત કરાયા છે.