ભારતનું 7મું વિમાન 35 ટન કરતા વધારે રાહત-સામગ્રી લઈને તુર્કી અને સીરિયા પહોંચ્યું

ભૂકંપ પ્રભાવિત તુર્કી અને સીરિયા માટે ભારત ‘ઓપરેશન દોસ્ત’ અંતર્ગત સતત મદદ પહોંચાડી રહ્યું છે. આ ઓપરેશનના ભાગરૂપે ભારતનું 7મુ વિમાન ગાઝીયાબાદના હિંડન એરબેઝથી રવાના થયું છે.

વાયુ સેનાના આ વિમાનમાં રાહત સામગ્રી, તબીબી સહાયતા, આપદા અને મહત્વની દવાઓ, તબીબી ઉપકરણો તથા ખાદ્ય ચીજવસ્તુઓનો તેમા સમાવેશ થાય છે. આ અગાઉ પણ ભારતે વિશેષ વિમાનો મારફતે બન્ને દેશ માટે આર્મી ફિલ્ડ હોસ્પિટલની 89 સભ્યની સેનાની મેડિકલ ટીમ મોકલી છે. NDRFની ટીમો તુર્કીમાં રાહત તથા બચાવ કાર્યોમાં જોડાયેલી છે.

35 ટન કરતા વધારે રાહત સામગ્રી
ભૂકંપ પ્રભાવિત સીરિયા અને તુર્કી માટે શનિવારે સાંજે વાયુ સેનાના C-17 પરિવહન વિમાન (Air Force C-17 transport aircraft) મારફતે વિમાનથી રાહત સામગ્રી તથા ઉપકરણ મોકલવામાં આવ્યા છે. આ વિમાનમાં રાહત સામગ્રી, તબીબી સહાયતા, ઈમર્જન્સી તથા મહત્વની દવાઓ, તબીબી ઉપકરણો તથા ખાદ્યચીજવસ્તુનો સમાવેશ થાય છે. આ સામગ્રી પૈકી 23 ટન કરતા વધારે સામગ્રી સીરિયા માટે અને આશરે 12 ટન સામગ્રી તુર્કી માટે છે.

મેડિકલ ઉપકરણ પણ મોકલવામાં આવ્યા
સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે સીરિયા માટે મોકલવામાં આવી રહેલી સહાયતામાં સ્લીપિંગ મેટ, જેનસેટ, સોલર લેંપ, તાટપતરી, કાંબળા, ઈમર્જન્સી તથા મહત્વની દવાનો સમાવેશ થાય છે. જ્યારે તુર્કી માટે મોકલવામાં આવેલી સામગ્રીમાં આર્મી ફીલ્ડ હોસ્પિટલ તથા NDRF માટે ટીમ માટે સામગ્રી, ECG જેવા તબીબી ઉપકરણ, પેસન્ટ મોનિટર, એનેસ્થીસિયા મશીન, સિરિંજ પંપ, ગ્લુમોમીટર વગેરે ઉપરાંત કાંબળા અને અન્ય રાહત સામગ્રીનો સમાવેશ થાય છે.

એક ભારતીય નાગરિકનો મૃતદેહ સ્વદેશ લવાશે
બીજી બાજુ તુર્કીમાં વિનાશકારી ભૂકંપની સ્થિતિ બાદ સર્જાયેલી તબાહીમાં શનિવારે એક ભારતીય નાગરિકનો મૃતદેહ મળ્યો છે. મૃતકની ઓળખ ઉત્તરાખંડના પૌડી જિલ્લાના કોટદ્વારના રહેવાસી વિજયકુમાર તરીકે કરવામાં આવી છે. તે પોતાના કારોબાર માટે તુર્કી ગયો હતો. જોકે 6 ફેબ્રુઆરીથી ગુમ થઈ ગયો હતો. જોકે ત્યારબાદ ગઈકાલે વિજયકુમારનો મૃતદેહ કાટમાળમાંથી મળ્યો હતો. તેમનો મૃતદેહ ભારત લાવવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *