IPLનો 29 માર્ચથી પ્રારંભ થશે, પ્રથમ મેચ મુંબઈના વાનખેડેમાં

13મી સિઝન 29 માર્ચથી શરુ થશે

આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સિઝન 29 માર્ચથી શરૂ થશે જેમાં પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જો કે આ આઈપીએલની શરૂઆતની મેચમાં કોઈ સ્ટાર ખેલાડી રમતો જોવા નહી મળી શકે. કેમ કે એક સાથે ઓસ્ટ્રેલિયા, ઈગ્લે્ન્ડ , ન્યુઝિલેન્ડની પણ મેચો અલગ અલગ સ્થળે રમાતી હશે. બાદમાં તમામ સ્ટાર ખેલાડીઓ મેચમાં પાછા આવી જશે. આ સિઝનનો સૌથી મોંઘો બોલર ઓસી.નો પેટ કમિન્સ રમી શકશે નહીં. તે ઘરઆંગણે ટી-20 સીરિઝ રમશે. જોકે બીજો સૌથી મોંઘો ખેલાડી ઓલરાઉન્ડ ગ્લેન મેક્સવેલ કિંગ્સ ઈલેવન પંજાબ સાથે જોડાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *