IPL 2022 નુ આયોજન ભારત માં જ થશે ? ગાંગુલીએ આપ્યુ નિવેદન

IPL 2021 સીઝન સમાપ્ત થઈ ગઈ છે અને થોડા કલાકોમાં આગામી સીઝન (IPL 2022) ની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. અત્યારે, ચર્ચા ફક્ત બે મુદ્દાઓ પર છે, પહેલો મુદ્દો બે નવી ટીમો અને બીજો સિઝન 2022ની શરૂઆત પહેલા યોજાનાર મેગા ઓક્શન. જેમાં દરેક ટીમને એકવાર ફરી નવેસરથી બનાવવામાં આવશે. પરંતુ આ સિવાય પણ એક મુદ્દો છે, જેની પર અત્યારે કોઈનું ધ્યાન નથી રહ્યું અને તે ચર્ચાનો વિષય પણ નથી. તે એ છે કે, શું IPL ની આગામી સિઝન ભારતમાં રમાશે? આગામી વર્ષે ભારતમાં આયોજિત ટુર્નામેન્ટ અંગે હજુ પણ આશંકા છે. પરંતુ આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના પ્રમુખ સૌરવ ગાંગુલી એ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેઓ ઘરેલુ IPL 2022 નું આયોજન કરવા માટે આશાવાદી છે.  એક કાર્યક્રમ દરમિયાન BCCI પ્રમુખ ગાંગુલીએ પોતાના વિચારને વ્યક્ત કર્યા હતા.ભારતમાં આયોજનના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, હું આશા રાખું છુ. કારણ કે આ ભારતની ટુર્નામેન્ટ છે. દેખીતી રીતે યુએઈમાં ખૂબ જ સારું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ ભારતની વાત અલગ છે. તે ભારતમાં એક ક્રેઝ જેવું છે, હું આશા રાખું છું કે આગામી 7-8 મહિનામાં કોરોનાની સ્થિતિ સુધરશે અને અમે તેને ભારતમાં જ આયોજીત કરી શકીશું. જેમાં દર્શકો તેમની સંપૂર્ણ ક્ષમતામાં આવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *