આઈપીએલમાં બેંગ્લોરના બેટસમેન વિરાટ કોહલીએ બેટીંગમાં અનેક રેકોર્ડ તેના નામે કર્યા છે. તેણે આઇપીએલમાં માંસિઝનમાં એક અનોખો રેકોર્ડ બન્યો છે. તેણે આઇપીએલમાં 6 હજાર રન પૂરા કર્યા છે. રાજસ્થાન સામેની મેચમાં તેણે અણનમ 72 રન કર્યા હતા અને આ સાથે જ તેણે 6000 રનનો આંકડો પણ ક્રોસ કરી લીધી છે. લીગની આ વિરાટ કોહલીની 196 મી મેચ છે. તેણે 38 ની રનરેટથી રન બનાવ્યા છે. 5 સદી અને 40 અડધી સદી ફટકારી છે. ટી 20ની વાત કરીએ તો હજી સુધી કોઈ ભારતીય ખેલાડી 10 હજાર રનના આંકડાને સ્પર્શી શક્યો નથી. કોહલી 9802 રન સાથે સૌથી વધુ રન બનાવનાર છે. મુંબઇના કેપ્ટન રોહિત શર્મા 9203 રન સાથે બીજા ક્રમે છે. તેને વર્તમાન સીઝનમાં 10,000 રનનો આંકડો સ્પર્શ કરવો મુશ્કેલ છે. જો ટી -20 ના રેકોર્ડ પર નજર કરીએ તો વિશ્વના ફક્ત ત્રણ ખેલાડીઓ જ 10 હજાર કે તેથી વધુ રન બનાવી શકશે. આ મામલામાં વિન્ડિઝના ક્રિસ ગેલ ટોચ પર છે. તેણે 13,796 રન બનાવ્યા છે. તેણે 22 સદી અને 86 અડધી સદી ફટકારી છે. કૈરન પોલાર્ડ 10,678 રન સાથે બીજા ક્રમે છે, જ્યારે પાકિસ્તાનના શોએબ મલિક 10,488 રન સાથે ત્રીજા ક્રમે છે. ગેલ આઈપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમે છે જ્યારે પોલાર્ડ મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે.