મુંબઈ-ચૈન્નાઈ મુકાબલો- રાયડૂના છક્કાથી રેફ્રિજરેટરનો કાંચ તૂટ્યો

દિલ્હીમાં રમાયેલી મુંબઈ અને ચૈનાઈ વ ચ્ચેની મેચ હાઈ પ્રોફાઈલ મેચમાં છેલ્લી ઓવરમાં મુંબઈનો વિજય થયો હતો. પોલાર્ડ અને રાયડુની ફટકાબાજીએ અનેક રેકોર્ડ થયા હતા. આઈપીએલ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 218 રન બનાવ્યા હતા. તેમાં અંબાતી રાયડૂએ 20 બોલમાં અડધી સદી ફટકારી હતી રાયડુએ ધોની પહેલા આવીને બેટીંગમાં જાન રેડી દીધો હતો. રાયડુએ 7 છક્કા અને 4 ચોક્કા માર્યા હતા એક ઓફ સાઈડમાં મારવામાં આવેલો છક્કો રેફ્રિજરેટર પર જઈને પડ્યો હતો જેમાં બોલ વાગવાથી રેફ્રિજરેટરનો કાચ તૂટી ગયો હતો. રાયડૂએ 20 બોલમાં અડધી સદી ફટકારી હતી જે હ IPLમાં 20મી અડધી સદી હતી 27 બોલમાં 72 રન ફટકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *