આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેનો મુકાબલામાં પંજાબ આસાનીથી મેચ જીતી ગયુ હતુ. . પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગમાં ઉતાર્યા પછી મુંબઈ ઇન્ડિયન્સ ૬ વિકેટે ૧૩૧ રન જ કરી શકી હતી. પંજાબ કિંગ્સે ૧૩૨ રનનો લક્ષ્યાંક ૧૭.૪ ઓવરમાં ફક્ત એક જ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. કેપ્ટન રાહુલ ૫૨ બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૬૦ રન કરી અણનમ રહ્યો હતો. . જ્યારે ગેઇલ ૩૫ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૩ રન કરી અણનમ રહ્યો હતો. બંનેએ બીજી વિકેટની ૭૯ રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા રાહુલે મયંક અગ્રવાલ સાથે પહેલી વિકેટની 53 રનની ભાગીદારી નોંધાવી હતી. પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે મોટો સ્કોર કરવાના બદલે ૬ વિકેટે ૧૩૧ રનનો જ સ્કોર કરી શકી હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગમાં ઉતાર્યા પછી મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનો ફરીથી સારો દેખાવ કરવામાં ઉણા ઉતર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ ૫૨ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી માંડ-માંડ ૬૩ રન કર્યા હતા. પંજાબની બોલિંગ સામે સંઘર્ષ કરી રહેલા મુંબઈ ઇન્ડિયન્સે ૧૦૦ રન જ છેક ૧૬મી ઓવરમાં પૂરા કર્યા હતા. રોહિત શર્મા ઉપરાંત સૂર્યકુમાર યાદવે ૩૩ રન કર્યા હતા.