આસામમાં થઈ રહેલી ધરપકડ પર જમીયત ચીફ મદનીનું નિવેદન: બાળ લગ્ન વિરૂદ્ધ પગલાં યોગ્ય પરંતુ…

જમીયત-એ-ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ આસામ સરકાર દ્વારા બાળ લગ્ન વિરૂદ્ધ ચલાવવામાં આવતા અભિયાનને લઈને કહ્યું કે આ યોગ્ય કાર્યવાહી છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે આ કોઈ ધર્મ વિશેષને લઈને કરવામાં આવી રહી છે. આસામ સરકાર બાળ વિવાહ વિરૂદ્ધ આ પ્રાંતમાં મોટા સ્તરે અભિયાન ચલાવી રહી છે. જે અંતર્ગત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યાં અનેક મહિલાઓના વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

કોઈ વિશેષ ધર્મ વિરૂદ્ધ છે આ અભિયાનઃ મૌલાના મદની
મૌલાના મહમૂદ મદનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે જો સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code- UCC) પર સર્વસહમતી બનાવવા માટે કેટલાંક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તો તેને લઈને મુશ્કેલી શું છે. તેમણે આસામમાં બાળ વિવાહ વિરૂદ્ધ ચલાવવામાં આવતા અભિયાનને લઈને પણ પોતાના વિચાર રાખ્યા. જમીયત-એ-ઉલેમા-એ-હિન્દના ચીફે કહ્યું કે આસામ સરકાર કહે છે કે તેઓ બાળ વિવાહ વિરૂદ્ધ કાર્યવાહી કરીને યોગ્ય કામ કરે છે પરંતુ એવું ન લાગવું જોઈએ કે આ કોઈ વિશેષ ધર્મ વિરૂદ્ધ જ કરવામાં આવતી કાર્યવાહી છે.

આસામના મુખ્યમંત્રીએ શું કહ્યું?
સમાન નાગરિક સંહિતાને લઈને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનો દ્રષ્ટીકોણ સ્પષ્ટ છે કે તેઓ કોઈ પણ સ્થિતિમાં તેને લાગુ કરવાના પક્ષમાં છે. તેમણે ગત વર્ષે નવેમ્બર 2022માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે આ પૂર્ણ કરાશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો ભાજપ તેને લાગુ કરવા માગે છે તો સંસદના શિયાળુ સત્ર દરમિયાન યુસીસી પર બિલ કેમ નથી લાવતી.

જેના જવાબમાં સરમાએ કહ્યું હતું- મને લાગે છે કે રામ મંદિર દરમિયાન પણ આવો જ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે ભાજપ રામ મંદિર માટે પ્રતિબદ્ધ છે તો તેમણે બિલ બનાવીને પ્રક્રિયા પૂરી કેમ ન કરી. આર્ટિકલ 370 દરમિયાન પણ આવો જ સવાલ પૂછાયો હતો.

આસામમાં બાળ વિવાહ વિરૂદ્ધ ચલાવવામાં આવતા અભિયાનને લઈને મુખ્યમંત્રીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરમાએ 28 જાન્યુઆરીએ કહ્યું હતું- આગામી 5-6 મહિનામાં હજારો એવા પુરુષોની ધરપકડ કરાશે જેમણે બાળ લગ્ન કર્યા છે, કેમકે 14 વર્ષથી નાની ઉંમરની કિશોરી સાથે યૌન સંબંધ બાંધવો ગુનો છે, તે પછી ભલે જ તેઓ કાયદાકીય રીતે વિવાહિત પતિ જ કેમ ન હોય. અનેક પુરુષને આજીવન કેદની સજા થઈ શકે છે. આસામમાં બાળ લગ્ન વિરૂદ્ધ ચલાવવામાં આવતા અભિયાન અંતર્ગત બે હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આસામ પોલીસની પાસે આ કેસમાં 8000 આરોપીઓની યાદી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *