કોરોના પ્રોટોકોલનાં ભંગમાં જિમી શેરગિલની ધરપકડ

કોરોના કાળમાં બોલીવુડનુ કામ ઠપ થઈ ગયુ છે તો કયાંક શુટિંગ ચાલુ છે. કેટલાક અભિનેતા મદદ કરી રહયા છે તો કેટલાક કોરોનાની ઐસી તૈસી કરી રહયા છે. હાલમાં અભિનેતા જિમી શેરગિલની કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનના આરોપસર બુધવારે પંજાબના લુધિયાણા ખાતેથી ધરપકડ કરાઈ છે. જિમી શેરગિલ પર શૂટિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે-સાથે અન્ય નિયમોની પણ અનદેખી કરી છે. લુધિયાણાની આર્ય સ્કુલમાં એક પંજાબી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું જેથી પાર્કિંગમાં અનેક ફોર વ્હીલર્સનો મેળાવડો જામ્યો હતો.  અને કોરોનાના કોઈ નિયમોનુ પાલન થતુ નહોતુ જેના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને શૂટિંગ અટકાવી દીધું હતું. ફિલ્મના ડિરેક્ટરે તેમને મંજૂરીના કાગળ દેખાડ્યા હતા. જો કે, પોલીસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવાના આરોપસર ડિરેક્ટર સહિત 2 લોકોને 2-2 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *