Jio નવી ઓફર સાથે મેદાનમાં; 5 મહિના મફત ઇન્ટરનેટ, કોલિંગ

રિલાયન્સ જીઓ સૌથી મોટી ઓફર લોન્ચ થઈ છે. હવે ઈ યુઝર્સ ને ફાયદો કરાવતી વધુ એક ઓફર આવી છે. જે વપરાશકર્તાઓએ JioFi ડિવાઇસ ખરીદવું હોય તેઓ જો અત્યારે ડિવાઈસ ખરીદે તો તેમને 5 મહિનાનો ફ્રી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ ડિવાઇસ 1999 રૂપિયાનું છે. આ ડિવાઇસ ખરીદ્યા પછી પહેલા રિચાર્જ બાદ ડેટા અને કોલ્સ નિઃશુલ્ક ભાવે ઉપલબ્ધ થઇ જશે. આ  સ્કીમ  Jio સ્વતંત્રતા દિવસના તહેવારે નિમિત્તે આપી રહ્યું છે. આ ડિવાઈઝ તમે ફક્ત 94 રૂપિયાના શરૂઆતના EMIથી લઇ શકો છો. આ ડિવાઈઝ લાવ્યા પછી તમારે ત્રણમાંથી કોઈ પણ એક રિચાર્જ પ્લાન પસંદ કરવાનો રહેશે.

રિચાર્જ પ્લાન 1 

આ 199 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન છે. અહીં તમને 1.5 GB ઇન્ટરનેટ 28 દિવસ માટે મળશે. તમારે Jio પ્રાઈમની મેમ્બરશિપ લેવી જરૂરી છે જે 99 રૂપિયામાં મળે છે. આ પ્લાનમાં તમને 140 દિવસ માટે 100 SMS પ્રતિ દિન મળે છે.

રિચાર્જ પ્લાન 2

આ 249 રૂપિયાનો પ્લાન છે. અહીં તમને 2 GB  નેટ  28 દિવસ માટે મળશે. આ સ્કીમ  માટે તમારે Jio પ્રાઈમની મેમ્બરશિપ લેવી જરૂરી છે જે 99 રૂપિયામાં મળે છે. આ પ્લાનમાં તમને 112 દિવસ માટે 100 SMS પ્રતિ દિન મળે છે.

રિચાર્જ પ્લાન 3

આ 349 રૂપિયાનો પ્લાન છે. અહીં તમને 3 GB નેટ  28 દિવસ માટે મળશે. આ સ્કીમ માટે Jio પ્રાઈમની મેમ્બરશિપ લેવી જરૂરી છે જે 99 રૂપિયામાં મળે છે. આ પ્લાનમાં તમને 84 દિવસ માટે 100 SMS પ્રતિ દિન મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *