અમેરિકામાં રહેતા સાઉદી અરબના પત્રકાર જમાલ ખશોગીના હત્યા કેસમાં સાઉદી અરબની કોર્ટે 5 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જયારે 3 ને 24 વર્ષની જેલની સજા સંભળાવી છે . ક્રાઉન પ્રિન્સના આલોચક ખશોગીની હત્યા તુર્કીના વાણીજય દુતાવાસની અંદર કરી દેવાઈ હતી અને આ હત્યાના કારણે વિશ્વભરમાં સાઉદી અરબ સામે વિરોધ પ્રદર્શન પણ થયાં હતા. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં કોલમિસ્ટ જમાલ ખશોગી છેલ્લે 2 ઓક્ટોબર 2018માં દેખાયાં હતા. ખશોગી ઈસ્તંબુલમાં પોતાની ફિયાન્સ સાથે લગ્ન કરવા માટે જરુરી પેપર લેવાં ગયાં હતા બાદમાં તેમના રહસ્યમોતને લઈને અનેક સમાચારો વહેતા થયાં હતા. હાલમાં સબાહ નામના અખબારે ખશોગીની હત્યાને લઈને બે રિપોર્ટ છાપ્યા હતા જેમાં ખશોગીએ રેકોર્ડીંગ કરેલા ઓડીયો કલીપ હતી. ખશોગી જયારે તુર્કીના દુતાવાસમાં એન્ટ્રી લીધી ત્યારે જ તેને કઈંક અજુગતુ બનવાની ગંધ આવી ગઈ હતી બાદમાં ઈન્ટરપોલ તરફથી તેને મેસેજ મળ્યો હતો કે તે તાત્કાલિક તુ્ર્કી છોડીને રિયાધ પાછા જતાં રહે. બાદમાં તુર્કીમાં જ તેની હત્યા કરી દેવાઈ હતી વાણિજય દુતાવાસના સીસી ટીવીની તપાસ કરતાં કેટલાંક શંકાસ્પદ લોકો મળી આવ્યાં હતા જે ખશોગીની હત્યા કરવા આવ્યાં હતાં.