ઉદ્ધવ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ,અજીત પવાર ડે.સીએમ

મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરે સરકારમાં વધુ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે . સૌથી પહેલા અજીત પવારે ડે.સીએમ પદના શપથ લીધા છે. અજીત પવારે આ પહેલા ભાજપ સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમ પદન શપથ લીધા હતા. હવે તે NCPના કોટામાંથી ઉદ્ધવ સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા છે. અત્યાર સુધીમાં કુલ 3 વાર ડે સીએમ અજીત પવાર બન્યા છે.

કયા નેતાઓએ મંત્રી પદના શપથગ્રહણ કર્યા

  • અજીત પવાર, ડેપ્યુટી સીએમ(NCP)
  • અશોક ચૌહાણ, કેબિનેટ મંત્રી(કોંગ્રેસ)
  • દિલીપ વલ્સે પાટિલ, કેબિનેટ મંત્રી(NCP)
  • ધનંજય મુંડે, કેબિનેટ મંત્રી(NCP)
  • વિજય વડેટ્ટીવાર, કેબિનેટ મંત્રી(કોંગ્રેસ)
  • અનિલ દેશમુખ, કેબિનેટ મંત્રી (NCP)
  • હસન મશ્રીફ, કેબિનેટ મંત્રી(NCP)
  • વર્ષા ગાયકવાડ, કેબિનેટ મંત્રી(કોંગ્રેસ)
  • રાજેન્દ્ર શિંગણે, કેબિનેટ મંત્રી (NCP)
  • નવાબ મલિક, કેબિનેટ મંત્રી(NCP)

ભાજપ સાથે છેડો ફાડીને શિવસેનાએ કોગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી છે મહારાષ્ટ્રના રાજકારણના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે તમામ પક્ષને સાથે રાખવાનો પ્રયાસ નવા મંત્રી મંડળમાં કરવામાં આવ્યો છે જેમાં NCP નેતા ધનંજય મુંડેએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે. તેઓ ભાજપ નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા છે. તો પૂર્વ સીએમ રહી ચુકેલા અશોક ચૌહાણને કેબિનેટમાં સ્થાન અપાયુ છે. મહત્વનુ વિભાગ ગૃહ અને ઉદ્યોગ વિભાગ શિવસેના પાસે છે જયારે નાણા અને ગ્રામીણ વિકાસ એનસીપીને સોપાયુ છે તો કોંગ્રેસને મહેસૂલ, PWD અને ઉર્જા મંત્રાલય સોંપાયુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *