પાકિસ્તાનમાં ભૂખમરાનો નવો રેકોર્ડ, ડુંગળી, ચોખા, સિગારેટ અને પેટ્રોલ-ડીઝલનો ભાવ આસમાને

પાકિસ્તાને મોંઘવારીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આર્થિક સંકટગ્રસ્ત પાકિસ્તાનમાં જીવન જરૂરિયાતવાળી વસ્તુઓની કિંમતમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં મોંઘવારી દર વધીને 41.54% થઈ ગયો છે. ગયા અઠવાડિયે આ મોંઘવારી 38.42%ના ઉચ્ચ સ્તરે હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડુંગળી, ચીકન, ઇંડા, ચોખા, સિગારેટ અને ઇંધણની કિંમતમાં વધારો થયો છે. જે ગત પાંચ મહિનામાં પહેલીવાર સાપ્તાહિક મોંઘવારી 40%થી વધુ થઈ ગઈ છે.

અઠવાડિયાનો મોંઘવારી દર વધવાનો આંકડો થોડોક ઓછો થયો છે. પણ કેળા, ચિકન, ખાંડ, ખાવાનું તેલ, ગેસ અને સિગારેટ મોંઘી થઈ છે. જેને લીધે સ્ટેટિકલ પર્ફોમન્સ ઇન્ડીકેટર્સ તરફથી જાહેર કરાયેલાં અલ્પકાલિક મુદ્રાસ્ફીતિ 23 ફેબ્રુઆરીએ અઠવાડિયોના મોંઘવારી દર વર્ષના આધારે વધીને 41.54% થઈ ગઈ છે. જે ગયા અઠવાડિયે 38.42% હતી.

શહબાઝ શરીફે મંત્રીઓને સેલેરી ના લેવાની અપીલ કરી
દેવામાં ડૂબેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે. પાકિસ્તાન વિશ્વભરના દેશ પાસે ભીખ માંગી રહ્યું છે. પણ તેને કોઈ રૂપિયા આપવા માટે રાજી નથી. પાકિસ્તાનની સરકારે પહેલાં તેના નાગરિકો પર મોંઘવારી અને ઇનકમટેક્સનો બોઝ નાખી રહી છે. હવે પાકિસ્તાનીઓના મંત્રીઓની પણ ખેર નથી.

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે તેના મંત્રીઓ અને સલાહકારને કહ્યું છે કે, તે પોતાની સેલેરી લેવાનું બંધ કરે અને લક્ઝરી કાર અને એશ આરામ છોડીને સામાન્ય જિંદગી જીવે. પાકિસ્તાનનું માનવું છે કે, આવું કરવાથી વર્ષે 200 બિલિયન પાકિસ્તાની રૂપિયા બચાવી શકાય છે.

પાકિસ્તાની વડાંપ્રધાન તરફથી આ નિર્દેશન ખરચામાં ઘટાડો કરવા અને દેશમાં આર્થિક સંકટને રોકવાના પ્રયત્નનો ભાગ કહેવામાં આવી રહ્યો છે. સ્ટેટ બેન્કની વિદેશી મુદ્રા ભંડાર ત્રણ અઠવાડિયાની આવક કરતાં નીચે છે અને મોંઘવારી સતત વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *