એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ યોજનાની ૧૫ જાન્યુ.થી શરુઆત

વન નેશન વન રાશન યોજના 15 જાન્યુથી શરુ થવાની તૈયારી

છેલ્લા કેટલાય સમયથી પડતર રહેલી વન નેશન વન રાશનની સ્કીમની શરુઆત હવે 15 જાન્યુઆરીથી શરુ થવાની તૈયારીઓ ચાલી રહી છે. એક સાથે આ યોજના ઉત્તરાયણના તહેવાર બાદ દેશના ૧૨ રાજયોમાં લાગુ કરાશે આ સ્કીમથી રેશન કાર્ડ સમગ્ર દેશમા કોઈ પણ જગ્યાએ લાગુ ગણાશે જેને લઈને સબસીડી વાળુ રાશન ચોક્કસ દુકાનમાંથી લેવાની પધ્ધતિમાંથી મુક્તિ મળી જશે. મળતી માહીતી અનુસાર પ્રથમ તબક્કામા ગુજરાત, મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ, તેલંગાણા, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, ગોવા, મધ્ય પ્રદેશ, ત્રિપુરા અને ઝારખંડ આવી જશે. આ યોજનાનો લાભ સૌથી વધુ મજુરી કામ કરવા માટે એક જગ્યાએથી બીજા જગ્યાએ જતાં લોકોને થશે. ખાસ કરીને પ્રવાસી મજુરો પોતાના વિસ્તારમાં નિયત સમયમાં પરત આવી શકતા નથી અને જરુરિયાત મંદ હોવા છતાંય અનાજનો જથ્થો મળી શકતો નથી. મળતી માહીતી અનુસાર આ યોજનાનો લાભ 3.50 કરોડથી વધુ લોકોને થશે. એક અંદાજ પ્રમાણે દેશમાં કુલ 75 કરોડથી વધુ લોકો પાસે રેશનકાર્ડ છે.

વન નેશન વન રાશન -15મી જાન્યુઆરીથી થઈ શકે છે અમલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *