ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ઝોન કક્ષાની યોગ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની 68મી સામાન્ય સભા સમક્ષ 21મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21 મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.  
જેના ભાગરૂપે ગુજરાત સરકારશ્રી દ્વારા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના તા. 21/06/2019 ના ઠરાવથી ‘’ ગુજરાત રાજય યોગ બોર્ડ ’’ ની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગરણ રેલી તેમજ અલગ અલગ યોગના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં પ્રથમ વખત યોગ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેનો હેતુ વધુમાં વધુ લોકો સુધી યોગ પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે માટેનું છે.
મહાનગરપાલિકા કક્ષાએ યોજાયેલ યોગ સ્પર્ધામાં પસંદગી પામેલ દરેક મહાનગરપાલિકામાંથી કુલઃ 06 વિજેતા થયેલ 03 ભાઇઓ અને 03 બહેનો રાજ્યકક્ષાએ ભાગ લઇ શકશે. કુલ 08 મહાનગરપાલિકામાંથી પસંદગી પામેલ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વચ્ચે રાજ્યકક્ષાની સ્પર્ધા થશે. એટલે દરેક મહાનગરપાલિકા દીઠ 06 લોકોની (03 ભાઇઓ અને 03 બહેનો) કુલઃ 48 સ્પર્ધક વચ્ચે રાજ્યકક્ષાની હરીફાઇ થશે અને 48 પૈકી કુલઃ 06 સ્પર્ધકો જેમાં 03 ભાઇઓ અને 03 બહેનોની અંતિમ પસંદગી રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાના વિજેતા તરીકે થશે.  
જે મુજબ જિલ્લા કક્ષાએ અલગ અલગ તારીખો દરમિયાન પસંદગી કરેલ સ્થળો ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધા ( ઑડીશન ) યોજવામાં આવેલ હતુ. જેમા યોગ સ્પર્ધકો દ્વારા પોતાનુ યોગ કૌશલ દર્શાવી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે. આ સ્પર્ધામા 9 વર્ષથી 85 વર્ષ સુધીના યોગ સાધકો એ ભાગ લઇ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરેલ છે.
અલગ અલગ સમયે અલગ અલગ સ્થળો પર રાજ્યના ખ્યાતનામ મહાનુભાવશ્રીઓ દ્વારા યોગ સ્પર્ધાની મુલાકાત લઇ અને યોગ સાધકોને યોગનો સંદેશ આપેલ છે. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ યોગ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના યંગ અને ડાયનેમિક રમતગમત મંત્રી માન. શ્રી હર્ષભાઇ સંઘવીજી એ મુલાકાત લઇ ઉપસ્થિત સ્પર્ધકો અને સ્પર્ધાના આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા. માન. મંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન જણાવ્યુ કે “ યોગના માધ્યમથી ગુજરાત રાજ્યનો હેપ્પી ઇન્ડેક્ષ ચોક્કસ વધશે “ તેમ કહી શુભેચ્છા વ્યક્ત કરી. 
જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ સ્પર્ધકોને તેઓને ફાળવવામાં આવેલ મહાનગરપાલિકા હેડ કર્વાટર ખાતે મહાનગરપાલિકા કક્ષાની યોજાનાર યોગ સ્પર્ધામાં જવાનું રહે છે. 
જે પૈકી ગાંધીનગર ખાતે યોજાનાર મ્યુનિસિપલ કક્ષાની સ્પર્ધામા ગાંધીનગર, આણંદ, ખેડા, મહેસાણા અને મહીસાગર જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓ પૈકી પસંદગી પામેલ સ્પર્ધકોની મ્યુનિસિપલ લેવલની સ્પર્ધા તા. 27/02/2023 ના રોજ સવારે 10.00 કલાકે થી સચિવાલય જીમખાના, સેક્ટર – 21, ગાંધીનગર ખાતે યોજાનાર છે.
મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી પામેલ પ્રથમ, દ્રિતીય અને તૃતીય ભાઇઓ અને બહેનોને  રોકોડ ઇનામ સાથે મેડલ, સર્ટીફીકેટ, સોલ આપવામાં આવશે જેમાં પ્રથમ વિજેતાને રૂ. 21000, દ્રિતીય વિજેતાને રૂ. 15000 અને તૃતીય વિજેતાને રૂ.11000નું ઇનામ આપવામાં આવશે. તેવું જિલ્લા રમત ગમત અધિકારીએ જણાવ્યુ હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *