અમદાવાદમાં આવેલુ 400 વરસ જુનુ એક હનુમાનજીનું મંદિર વિદેશ જવા ઈચ્છુક લોકો માટે સ્વર્ગ બની ગયુ છે શહેરના ખાડીયામાં આવેલુ હનુમાનજી મંદિરમાં લોકો મોટી સંખ્યામાં વીઝા ની મનોકામના મેળવવા માટે આવે છે કેટલાય લોકોએ વિઝા મેળવવાની માનતા અંહી રાખી તે તમામના કામ પુરા થયા હોવાનું લોકો કહી રહ્યાં છે એમ કહેવાય છે કે વીઝાની કચેરી વીઝા આપે કે ના આપે પણ આ સંકટમોચન જરુરથી આપી દે છે. કેટલાય ભક્તો તેમનો પાસપોર્ટ લઈને આવે છે અને વીઝા માટે હનુમાનજીને પ્રાર્થના કરે છે. એવી માન્યતા છે કે હનુમાનજી ભક્તોની કામના પૂર્ણ કરે છે અને તેઓને વીઝા માટેનો માર્ગ મોકળો કરી આપે છે.
આ મંદિર અમદાવાદના ખાડિયામાં દેસાઈની પોળમાં આવેલું છે. જ્યાં લોકો ખાસ કરીને વિઝાની માનતા લઈને આવે છે અને રોજે ત્યાં વિઝા માટે માનતા લઈને આવેલ અનેક શ્રદ્ધાળુઓની લાઈન લાગે છે. એવું પણ કહેવાય છે કે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગોધરા કાંડના લીધે નરેન્દ્ર મોદીને બાર વર્ષ અમેરિકાના વિઝા મળવાની મનાઈ હતી. ત્યાર બાદ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અમદાવાદમાં આવેલ આ ચમત્કારિક હનુમાનજીના મંદિરે આવ્યા અને નરેન્દ્ર મોદી માટે વિઝાની માનતા રાખી ત્યાર બાદ તેમને એક મહિના બાદ જ અમેરિકાના વિઝા મળી ગયા હતા.