Rajkot ની સમરસ હોસ્ટેલમાં ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તૈયાર

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે ૫૦૦ બેડની ઓક્સિજનની સુવિધા સાથેનું ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર અને ૫૦૦ બેડનું કોવીડ કેર સેન્ટર શરુ કરી દેવામાં આવ્યું છે.  ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ઓક્સિજનની ૩ હજાર લીટરની ટેન્ક હાલ કાર્યરત છે. ૫૦૦ બેડની વ્યવસ્થા કરાઈ છે. જે પૈકી ૨૩૪ બેડ તૈયાર છે અને બાકીના ૨૬૬ બેડ ત્રણ દિવસમાં થઈ જશે. હાલ ૧૫૦ દર્દીઓ સારવાર હેઠળ છે. હાલની પરિસ્થિતિએ ૮૪ બેડ ખાલી છે, તેમજ બાકીના બેડ પૂર્ણ થયે ૩૫૦ બેડ ઉપલબ્ધ રહેશે.  કોવીડ કેર સેન્ટર ખાતે ૫૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. દર્દી દાખલ થાય ત્યારે તેમને વેલકમ કીટ કે જેમાં બ્રસ, ટૂથ પેસ્ટ, તેલ, સાબુ સહિતની જરૂરી વસ્તુઓ આપવામાં આવે છે. સમરસ હોસ્ટેલ ખાતે સેન્ટર શરુ કરવા માટે તાબડતોબ ઓક્સિજનની ટેન્ક, તેમજ પાઈપલાઈન ફિટિંગ કરાઈ હતી. આ ઉપરાંત ડોક્ટર, પેરા મેડિકલ  અને આઉટ સોર્સ સ્ટાફની, ભોજનની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *