રાજકોટ શહેરમાં 26મી એપ્રિલના રોજ સમા કાંઠે આવેલ શિવ જવેલર્સ નામની દુકાનમાં ત્રણ જેટલા શખ્સો હથિયાર બંધ રીતે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી 85 લાખથી વધુની સોના ચાંદી સહિતની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે જેમાં 4 આરોપીની ધરપકડ કરાઈ છે તો મુખ્ય આરોપી સતીશ ઠાકુર હાલ ફરાર છે. સમગ્ર ઘટનાના પર નજર કરીએ તો ૨૬ એપ્રિલના રોજ પાંચ જેટલા લોકોએ વીંટી લેવાના બહાને શિવ જ્વેલર્સમાં રેકી કરી હતી. આરોપીએ બનાવેલા પ્લાન અનુસાર લૂંટ માટે ચોરીની બાઈક વાપરવાની હતી જેને લઈને આરોપી બીકેસ અને અવિનાશે બાઈકની ચોરી કરીને શિવ જવેલર્સમાં પહોચી ગયા હતા જયાં સતીષ, શુભમ અને સુરેન્દ્ર હથિયાર સાથે અંદર ગયા હતા. જ્યારે બિકેશ અને અવિનાશ બહાર બાઈક લઈને રેડી હતા. પ્લાન મુજબ વેપારીને પિસ્તોલ બતાવીને 85 લાખના સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓએ લૂંટ કરીને મુદ્દામાલના 2 ભાગ પાડી દીધા હતા જેમાં એક ભાગ બીકેસ અને અવિનાશ રાખ્યો હતો બાકીનો મુદ્દામાલ સતીશ, શુભમ અને સુરે્ન્દ્રે. પોલીસની તપાસ પર નજર રાખીને પકડાઈ ન જવાય તે માટે પાંચેય આરોપીઓ રાજસ્થાની બસમાં બેસી ઉદયપુર જયપુર દિલ્હી તેમ જ દિલ્હીથી પલવલ હરિયાણા ખાતે તેમજ ત્યાંથી ભીવંડી પહોંચ્યા હતા.