RBIની ઇમરજન્સી હેલ્થ સેવા માટે 50,000 કરોડ ની મદદ

કોરોના કાળમાં અનેક સંકટો ઉભા થઈ રહયા છે જેમાં મદદ કરવા માટે આરબીઆઈ આગળ આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેના માધ્યમથી બેન્ક વેક્સીન મેન્યુફેક્ચર્સ, વેક્સીન ટ્રાન્સપોટર્સ, એક્સપોર્ટ્રર્સને સરળ હપ્તા પર લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હૉસ્પિટલ્સ, હેલ્થ સર્વિસ પ્રોવાઇડર્સને પણ તેનો લાભ મળશે. ગર્વનર શકિતકાન્ત દાસે કહ્યું છે કે પ્રાયોરિટી સેક્ટર માટે ઝડપથી લોન અને ઇન્સેટિવ અપાશે. આ ઉપરાંત પ્રાથમિકતા ધરાવતા સેક્ટરોને ઝડપથી લોન અને ઇન્સેટિવની જોગવાઈ કરાશે. સાથોસાથ બેન્ક, કોવિડ બેન્ક લોન પણ બનાવશે. , પ્રાયોરિટી સેક્ટર માટે ઝડપથી લોન અને ઇન્સેટિવ મળશે. કોરોનાની બીજી લહેર થી ઇકોનોમી મોટા પાયે પ્રભાવિત થઈ છે. તેના સાથે જોડાયેલી સ્થિતિઓ પર રિઝર્વ બેન્ક નજર રાખી રહ્યું છે. બીજી લહેરની વિરુદ્ધ મોટા પગલાં લેવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *